આજકાલ દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં બરાબર નવરાત્રિ ટાણે જે ‘રામલીલા’ ચાલી રહી છે તે જોતાં અમુક ગુજરાતી ગરબાને પણ રાજકીય રંગ લાગી ગયો છે ! સાંભળો… *** (પ્રિયંકા ગાંધી ગાઈ રહ્યાં છે) અરજી લઈને હું તો સુપ્રીમ કોર્ટ ગઈ ’તી સુપ્રીમ કોર્ટ, મને તારીખ દે ! નંઈ તો મારી વોટ બેન્ક પાછી દે…! *** (ભાજપવાળા નાચી રહ્યા છે) ‘ ચોરી લેશું ચોરી લેશું ‘સર’ મોટો દાવ ! પણ... એક વોટ હટાવું ત્યાં તો કોક્રોચ નીકળે ચાર !’ *** (જેન-ઝિવાળા સીજેપી નેતાઓને ચેતવી રહ્યા છે) એક જંતર મંતરે તાળાં મારીયાં રે લોલ ! સહુ તમે ના જશો ખોલવાને ત્યાં પોલીસ બડો મિજાજી ! *** (ઇન્ડિયા બ્લોકના નેતાઓ ધસમસી રહેલા રાહુલ ગાંધીને વીનવે છે.) ‘ જોડે રહેજો રાજ… હવે ધક્કો લાગે કે ના લાગે બેરીકેડ પર ચડો કે ના ચડો, તમે… જોડે રહેજો રાજ !’ *** (મોદી સાહેબ પણ મુંઝાયા છે કે આ લોકોનું કરવું શું ?) ‘ ઝીણું બોલું તો માથે ચડી જાય… આખું બોલું તો મિડીયા ફોલી ખાય !’ *** (વિપક્ષોનો આક્ષેપ છે કે…) ‘ ઘોર અંધારી રે ‘યાદી’માંથી નીકળ્યાં તેર કરોડ નામ ! એવી યાદી રે, કોણ કાઢે ? એનું જ્ઞાનેશકુમાર છે નામ !’ *** (દેશભરનાં ય...
- Get link
- X
- Other Apps