‘જોયું ? કોક્રોચ પાર્ટીની સભામાં હજારોની મેદની ઉમટી !’
‘હજારો નહીં વડીલ, માત્ર બે હજાર.’
‘હા, પણ એ બે હજાર આજની નવી જનરેશનનો સ્ટ્રોંગ અવાજ છે.’
‘ફોલોઅર્સ તો બે કરોડ હતા ! એમાંથી બે હજાર એટલે કેટલા ટકા કહેવાય ?’
‘જુઓ, એમ ટકાવારીની ભાષામાં વાત ના કરાય.’
‘કેમ ના કરાય ? આખી બબાલ તો એકઝામોમાં ખોબલા ભરીને પરસેન્ટાઈનલ લાવવામાં જફા થઈ, એના લીધે જ ઊભી થઈ ને ? અહીં તો ફક્ત ૦.૦૦૦૧ ટકો જ સપોર્ટ થયો ને ?’
‘તમે સમજતા નથી. જે સ્ટુડન્ટોને સીબીએસઇમાં માર્ક્સ ઓછા મળ્યા છે એ બિચારા ઓનલાઈન ચેકિંગમાં બિઝી હોય ! અને ‘નીટ’ની એક્ઝામ ફરીથી લેવાવાની છે એટલે એ લોકો પણ તૈયારીમાં પડ્યા હોય ને ?’
‘ઓ હલો… કોઈને ‘નીટ’ની રિ-એક્ઝામ માટે સારા ટિચરની ઓળખાણ ખરી ? મારી બેબી ‘નીટ’માં છે.’
‘એમ તો સીબીએસઈ બોર્ડમાં બી કોઈ ઓળખાણ હોય તો કહેજો ને ? મારા બાબાને રિ-ચેકીંગમાં બી બહુ ઓછા માર્ક્સ આયા છે.’
‘ના ના. હવે તો મંત્રીજીનું રાજીનામું જ જોઈએ !’
‘ભૈશાબ, બે હજારની ભીડથી રાજીનામું મળતું હશે ? અરે યાર, ભીડ ભેગી કરવા માટે કંઈક એટ્રેક્શન હોવું જોઈએ ને ?’
‘તમારી રાજકીય પાર્ટી જેટલા પૈસા નથી અમારી પાસે ! અહીં બધા પોતપોતાનું ખાવાનું પણ જાતે લઈને આવ્યા હતા.’
‘ત્યાં જ લોચો માર્યો ને ? કમ સે કમ જે આવે એને બે મહિનાનું રિ-ચાર્જ તો કરાવી આપવું હતું ! અથવા બે ચાર લેટેસ્ટ ગેઇમ્સ ડાઉનલોડ કરી આપી હોત…’
‘અરે ટીંડર ! મેચ-મેકર ! લવ-પાર્ટનર ! એવાં એપનાં ફ્રી સબસ્ક્રીપ્શન !! બોલો. જેન-ઝિવાળં દોડતાં આવે ને ?’
‘ના પણ આવે ! બધાને ‘ક્રાંતિ ફ્રોમ હોમ’ કરવી છે..’
‘પણ ‘નીટ’ અને સીબીએસઈના સ્ટુડન્ટોને અન્યાય થઈ રહ્યો છે. એનું શું ?’
‘હલો, ‘નીટ’ની જે ફરી એક્ઝામ થવાની છે, એનાં કોઈ પેપર-બેપર… કોઈ શ્યોર આઈએમપી…. હોય તો કહેજો ને ?’
‘અને સીબીએસઈમાં ઓછા ટકા હોય તો સારી કોલેજમાં ડોનેશન સીટનું થતું હોય તો પણ કહેજો… પૈસાનો પ્રોબ્લેમ નથી…’
‘યાર, આ બધી જફા કરતાં ડાયરેક્ટ ‘માસ-પ્રમોશન’ જ માગવાનાં હોય ને ? અમે તો ‘નવનિર્માણ’ વખતે એવું જ કરેલું ! યાદ છે ને બોસ ? ’
‘યસ ! એક્ઝામો જાય તેલ લેવા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment