તૃણમૂલ કોંગ્રેસના બેસણામાં... !

બિચારાં મમતાજીની માઠી બેઠી છે ! એક તો સજ્જડ હાર, ઉપરથી રાહુલબાબા આમંત્રણ આપે છે કે તૃણમૂલને વિખેરી નાંખો અને કોંગ્રેસમાં આવી જાવ !

આવે સમય હવે તૃણમૂલ કોંગ્રેસનું બેસણું જ કરવાનું બાકી રહ્યું! તો સાંભળો આ બેસણાંનું ‘સંગીત’…

*** 

બેસણામાં તમે દાખલ થાઓ ત્યારે સફેદ કપડામાં બેઠેલાં મમતાજી અને દસબાર ‘ડાઘુઓ’ સિવાયની તમામ ખુરશીઓ ખાલી દેખાશે… ત્યારે આ ગીત ચાલતું હશે :

કલ ચમન થા, આજ યે સહેરા હુઆ… 
દેખતે હી દેખતે યે ક્યા હુઆ….’

*** 

તૃણમૂલની હેડ-ઓફિસના ફોટા ઉપર ફૂલ ચડાવ્યા પછી તમે મમતાજીથી થોડે દૂર બેઠેલા કોઈ ‘વફાદાર’ કાર્યકર્તાને પૂછશો કે ‘ભઈ, ઈતના સન્નાટા ક્યું હૈ ?’

તે વખતે પહેલાં તો આ સાખી ગુંજી ઉઠશે : 
જાને વાલે… કભીઈઈઈ નહીં આતે… 
જાને વાલે કી યાદ આતી હૈ…’

પછી નવા ગીતનો ઉપાડ આવશે : 
જો ચલા ગયા ઉસે ભૂલ જા, 
વો ના સૂન સકેગા તેરી સદા…’

*** 

એવામાં બેસણાના મંડપ પાસે પોલીસવાન આવીને ઊભી રહેશે. એમાંથી ઉતરીને બે પોલીસવાળા મમતાજીના હાથમાં કોઈ કોર્ટ કેસની નોટિસ પકડાવતા હશે…ત્યારે આ ગીત વાગતું હશે : 

રહતે થે કભી જિન કે દિલ મેં, 
હમ જાન સે ભી પ્યારોં કી તરહા, 
બૈઠે હૈં ઉન્હી કે કૂચે મેં, 
હમ આજ ગુનહગારોં કી તરહા…’

*** 

એમાં વળી બે ચાર બુદ્ધિજીવીઓ, ત્રણ ચાર સેક્યુલર પત્રકારો અને એકાદ લઘુમતી નેતા મમતાજીને દિલાસો આપવાની કોશિશ કરતા હશે ત્યાં સ્પીકરમાંથી ગુંજી ઉઠશે :

મુઝે તુમ સે કુછ ભી ના ચાહિયે, 
મુઝે મેરે હાલ પે છોડ દો…’

*** 

અને છેલ્લે મંડપવાળો આવશે. મમતાજીને મંડપ ખાલી કરવા કહેશે… ત્યારે પરફેક્ટ ગીત વાગતું હશે : 

ચલ રી સજની અબ ક્યા સોચે… 
કજરા ના બહ જાયે, રોતે રોતે…’

***

- મન્નુ શેખચલ્લી

Comments