આપણી ઓનલાઇન દુનિયા !

ક્યારેક વિચાર આવે છે કે આપણી આ દુનિયા ‘રીયલ’ છે કે ‘વર્ચ્યુઅલ’ ? કેમકે…

*** 

આજકાલ વાતચીત…
સ્નેપ-ચેટ અને વોટ્સેએપમાં થાય છે.

*** 

આજકાલ ફ્રેન્ડશીપ…
ઇન્સ્ટાગ્રામમાં થાય છે.

*** 

આજકાલ લવ અને ડેટિંગ…
ટિંડર, કિપ્પો અને બમ્બલથી થાય છે.

*** 

અને બ્રેકઅપ પણ…
ડીલીટ અને બ્લોક કરવાથી થાય છે !

*** 

અરે, આજકાલ લગ્નો…
જીવનસાથી ડોટ-કોમથી થાય છે !

*** 

આજકાલ ઓપિનીયન…
એક્સ (ટ્વીટર)માં થાય છે.

*** 

આજકાલ વિરોધ…
કોક્રોચ પાર્ટીના ફોલોઅર થવાથી થઈ જાય છે !

*** 

આજકાલ મુવીઝ…
ઓનલાઈન જોવાય જાય છે.

*** 

અરે, આજકાલ કોર્ટ-કેસો પણ…
ઓનલાઈન ચાલે છે !

*** 

આજકાલ શોપિંગ તો..,.
ઓનલાઈન જ થાય છે.

*** 

ઘરની રસોઈ…
યુ-ટ્યુબમાં જોઈને થાય છે.

અને રેસ્ટોરન્ટનું ખાવું હોય તો…
‘ઝોમેટો’ અને ‘સ્વીગી’ થાય છે !

*** 

ઓફિસની મિટિંગો…
‘ઝૂમ’માં થાય છે.

*** 

ફેસ-ટુ-ફેસ વાતચીત…
વિડીયો કોલમાં થાય છે.

*** 

સગાવ્હાલાં અને મિત્રો…
વોટ્સએપના ગ્રુપોમાં જ હોય છે.

અને રીસામણાં…
ગ્રુપને ‘લેફ્ટ’ કરી જવાથી થાય છે !

*** 

અરે, ભગવાનનાં દર્શન પણ…
ઓનલાઈન ‘લાઈવ’ થાય છે !

*** 

છતાં એક ચીજ હજી એવી છે જે ઓનલાઈન નથી થઈ શકતી…

- વાળ કપાવવાનું !

*** 

અને એક ચીજ ‘રીયલ’ સ્વરૂપમાં જ્યારે ઘરમાં આવે છે ત્યારે જ ‘હાશ’ થાય છે…

- એ છે ગેસનો બાટલો !

***

- મન્નુ શેખચલ્લી

Comments