નવ કલાકનો દિવસ ?


સરકાર વિચારી રહી છે કે મજદૂર કાનૂનમાં ફેરફાર કરીને 8 કલાકને બદલે 9 કલાકનો ‘દિવસ’ કરવામાં આવે.

સાંભળવામાં તો આમ સરળ લાગે છે પણ જતે દહાડે અલગ અલગ ટાઈપના મજુરોનું રિ-એકશન શું હશે ? કલ્પના કરો…

***

સરકારી મજદૂર

“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે માખીઓ મારવાની ?”

***

મનરેગા મજદૂર

“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે બગાસાં ખાતાં બેસી રહેવાનું ?”

***

ખાનગી મજદૂર

“એટલે ? શું અમારે રોજ એક કલાક વહેલાં કડીયા-નાકે પહોંચી જવાનું ?”

***

યુનિયનનો મજદૂર

“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે વાંધા-વચકા કાઢીને કામ નહીં કરવાનું ?”

***

શીફ્ટનો મજદૂર

“એટલે ? ત્રણ શીફ્ટના અગાઉ તો 24 કલાક થતા હતા. (8 x 3 = 24) હવે 27 કલાક થશે ! તો વધારાના ત્રણ કલાક દિવસમાં કોણ ઉમેરી આપશે ? તમારો ભગવાન કે અમારો ફેકટરી માલિક ?”

***

વફાદાર મજદૂર

“એટલે ? અમને હવે 27 કલાકવાળી ઘડિયાળો નીકળશે ?”

***

દારૂડીયો મજદૂર

“એટલે ? અમારે રોજ એક કલાક મોડા દારૂ પીવા બેસવાનું ?”

***

પરણેલો મજદૂર

“હાશ… બૈરીની એટલી કચકચ તો ઓછી !”

***

બેરોજગાર ગ્રેજ્યુએટ મજદૂર

“જોયું ? અર્થશાસ્ત્રીઓ સાચું જ કહેતા હતા. ભારતની બેરોજગારીમાં 12 થી 13 ટકાનો વધારો થવાનો છે… તો થયો ને ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment