ગુજરાત સરકાર પોતાની સરકારી સ્કૂલોની ઇજ્જત બચાવવા માટે જાતજાતના નિયમો બહાર પાડે છે ! પણ, અમે તો કહીએ છીએ કે મોંઘી સ્કૂલોમાં ભણેલી ‘જેન-ઝિ’ને તમે પૂછી જોજો… એમને વળી શું ભણેલું કામ આવી રહ્યું છે ? દાખલા તરીકે…
***
જેન-ઝિને પૂછો કે…
જો વેફરના હવા ભરેલા ૨૦ ગ્રામના પેકેટની અંદરથી જે ૨૦ ચિપ્સ નીકળે છે એના જો ૨૦ રૂપિયા થતા હોય તો બટાકાનો કિલોનો ભાવ શું થયો ?
***
જેન-ઝિને પૂછો કે…
તમે જ્યોગ્રાફીમાં નોર્થ-ઇસ્ટ, વેસ્ટ-સાઉથ વગેરે ભણ્યા છો… છતાં કોઈ ઠેકાણે પહોંચવું હોય તો મોબાઈલમાં લોકેશન મંગાવ્યા સિવાય કેમ પહોંચી શકતા નથી ?
***
જેન-ઝિને પૂછો કે…
જો તમે ફિઝિક્સમાં ભણ્યા છો કે ૧ લિટર આઇસ્ક્રીમ એ પ્રવાહીનું નહીં પણ ઘનતાનું માપ છે… તો ભૂલથી એ આઇસ્ક્રીમનું બોક્સ ફ્રિજમાં મુકવાનું ભૂલી ગયા હો…
તો અડધો કલાક પછી એનું કદ અડધા લિટરનું કેમ થઈ જાય છે ?
***
જેન-ઝિને પછો કે…
છેક ૧૦ ધોરણ સુધી તમે ‘સિવિક સાયન્સ’ ભણો છો છતાં જ્યારે પણ કોઈ ઈલેક્શન આવે છે ત્યારે બોઘાની માફક એમ કેમ પૂછો કે ‘આ વળી શેની ચૂંટણીઓ આવી ?’
***
જેન-ઝિને પૂછો કે…
જ્યોમેટ્રીમાં તમે ‘સરફેસ એરિયા’ વિશે સ્કેવરે ફીટ, સ્કેવર મીટર, સ્કેવર યાર્ડ વગેરે ભણી ગયા હો છતાં કોઈ ફલેટ બુક કરાવતી વખતે તમને ‘બિલ્ટ-અપ એરિયા’ અને ‘સુપર બિલ્ટ-અપ એરિયા’માં કેમ કંઈ ટપ્પી પડતી નથી ?
***
જેન-ઝિને પૂછો કે…
છેક ફિફ્થ સ્ટાન્ડર્ડથી તમે કોમ્પ્યુટર એજ્યુકેશન લીધું છે, છતાં નવું લેપટોપ લેવાનું હોય તો છોકરીઓ કેમ એવું પૂછે છે કે ‘કયું લઉં ? યલો કલરનું, કે પિન્ક કલરનું ?’
***
જેન-ઝિને પૂછો કે…
૧૨ વરસ સ્કૂલમાં અને ૪ વરસ કોલેજમાં તમે ‘લખતાં અને વાંચતાં’ શીખ્યા છો, તો તમે ન્યુઝ પેપર કેમ નથી વાંચી શકતા ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment