જીવનની અમુક સચ્ચાઈઓની જાણ આપણને મોડી મોડી પડતી હોય છે. છતાં હજી મોડું થયું નથી ! ચાલો, સમજી લો…
***
સચ્ચાઈ નંબર (૧)
તમારા શરીરનો એક હિસ્સો એવો છે જેને તમે કદી સાબુ વડે સાફ કરી શકતા નથી… એ છે તમારી આંખોના ડોળા !
***
સચ્ચાઈ નંબર (૨)
તમારા શરીરનો એક હિસ્સો એવો પણ છે જને તમે ‘પોતાના’ હાથ વડે ખંજવાળી શકતા નથી… યુ આર રાઈટ ! તમારી પીઠનો ચોક્કસ એક પોઇન્ટ !
***
સચ્ચાઈ નંબર (૩)
તમે તમારા માથા ઉપર ઉગેલા વાળ કદી ગણી શકતા નથી ! હા, કોઈ પાસે ગણાવી શકો ખરા… જો કાપીને આપો તો!
***
સચ્ચાઈ નંબર (૪)
તમે છીંક ખાતી વખતે તમારું મોં બંધ રાખી શકતા નથી ! તમારી પત્ની હાજર ના હોય તો પણ ! (ટ્રાય કરજો)
***
સચ્ચાઈ નંબર (૫)
તમે બગાસું ખાતાં ખાતાં પાણી પી, ચા, કૉફી, શેરડીનો રસ, દૂધનો ઉકાળો, ગરમ પાણી, ઠંડું પાણી… આમાંનું કંઈ પી શતા નથી. પણ બગાસાંનો એક એ ફાયદો છે કે તમે પરમિશન લીધા વિના પણ પત્ની સામે તમારું મોં ખોલી શકો છો ! બોલો.
***
સચ્ચાઈ નંબર (૬)
એ તમારો ભ્રમ છે કે અંધારામાં તમારો પડછાયો તમારો સાથ છોડી દે છે… હકીકતમાં અજવાળું ના હોવી એ તમને દેખાતો નથી ! શાબ્બાશ !
***
સચ્ચાઈ નંબર (૭)
તમે તમારી જીભ વડે તમારા તમામ દાંતને અડી શકતા નથી !
***
સચ્ચાઈ નંબર (૮)
અત્યારે અડધો અડધ વાચકો પોતાની જીભ મોંમાં ફેરવી રહ્યા હશે !
***
સચ્ચાઈ નંબર (૯)
જે રીતે જીભ ફેરવ્યા પછી જ ખબર પડે છે કે અમુક સચ્ચાઈઓ સાચી નથી હોતી… એ જ રીતે ન્યુઝ ચેનલો ફેરવ્યા પછી જ ખબર પડે છે કે ન્યુઝ ‘ન્યુઝ’ માટે નહીં, પણ ‘વ્યુઝ’ માટે હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment