જેને આપણે સેક્યુલર, ઇન્ટેલેક્ચ્યુઅલ., લિબરલ, ઓપન માઈન્ડેડ વગેરે કહીએ છીએ એમની છેતરપીંડીની આખી ચાલાકી રૂપાળા શબ્દોનાં લેબલમાં હોય છે ! જેની વરસો લગી પોલ જ ખુલતી નથી…
***
સેક્યુલારિઝમ :
‘સર્વ ધર્મ સમાન’ એવી મીઠી મીઠી વાતોમાં લોકોને ભરમાવી રાખવાના પણ એના ઓઠા હેઠળ એક ચોક્કસ ધર્મના લોકોની ઓળપંપાળ કાર્ય કરવાની, એમની બદીઓ, ખરાબીઓ અને ભૂંડી માનસિકતા ઉપર પરદો નાંખતા રહેવાનું !
અને હા, એના માટે ‘બહુમતી’નો વાંક કાઢીને એમને ધીબેડતા રહેવાનું !
***
હ્યુમન રાઈટ્સ :
જે નિર્દોષ માણસો ‘સૌથી પહેલાં માનવી’ છે એની ભલે કત્લેઆમ થતી રહે પરંતુ માનવતાના નામે બિચારો આતંકવાદી ‘આખરે તો માનવી’ છે, એવી ચાંપલાશો કરીને એમને સતત બચાવતા રહેવાનું !
***
ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન :
હિન્દુ દેવી-દેવતાઓનાં બિભત્સ પેઇન્ટિંગ બનાવે તેને કલાની ‘અભિવ્યક્તિ’ કહીને એના સપોર્ટમાં રેલીઓ કાઢવાની ! પણ પેલા ચોક્કસ ધર્મ વિશે એક જરી અમથી ટીકા પણ કરી હોય તો એની ઉપર તૂટી પડવાનું ! કે આ તો ‘અસહિષ્ણુ’ છે ! કોમવાદી છે ! અને હા ‘ઇન્સેન્ટસટિવ’ છે… એને ‘કલા’માં શું સમજ પડે ?
***
એનિમલ લવર્સ :
કુતરાં, બિલાડાં, સસલાં, પાન્ડા, ટાઈગર, લાયન, કે પછી મોર, પોપટ, કાબર, કાગડા, કોયલ, ચકલી વગેરે માટે એમને સખત પ્રેમ ઉભરાઈ આવે ! પણ જ્યાં મરઘાં, બતકાં, ઘેટાં, બકરા, બકરી, ગાય, માછલી વગેરેની કતલ એક સાથે સંકળાયેલી આખી ફૂડ-ઈન્ડસ્ટ્રી ચાલતી હોય ત્યાં શું કહેવાનું ? ‘માય ફૂડ, માય ચોઈસ !’
***
પર્યાવરણ પ્રેમ :
નર્મદા નદીનાં પાણી ૪૦-૪૦ વરસ સુધી વહીને દરિયામાં સમાતાં રહ્યાં ત્યારે સરદાર સરોવર ડેમ શા માટે ના બની શક્યો ? કેમકે ગુજરાત સૌરાષ્ટ્રની ખેતી તથા પીવાના પાણીની સમસ્યા કરતાં પેલાં ઝાડપાન અને આદિવાસીઓની ઝુંપડીઓ ડૂબી મરશે એનું રડવાથી ‘ફોરેનમાં’ વધારે માન સન્માન મળતાં હતાં !
***
લોકશાહી બચાવો :
મૂળ તો પોતાનાં ભૂતિયા અને આયાતી મતદારોનાં નામો કપાઈ રહ્યાં છે, ઉપરથી સીધી સ્પર્ધામાં ચૂંટણીઓ જીતી શકાતી નથી, એટલે ફરી એકવાર આ નવં રૂપાળું લેબલ શોધી લાવ્યા છે કે અમે તો ‘લોકશાહી’ બચાવવા નીકળ્યા છીએ ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment