નવરાત્રીના ગરબામાં પોલિટિકલ રંગ !

આજકાલ દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં બરાબર નવરાત્રિ ટાણે જે ‘રામલીલા’ ચાલી રહી છે તે જોતાં અમુક ગુજરાતી ગરબાને પણ રાજકીય રંગ લાગી ગયો છે ! સાંભળો…

*** 

(પ્રિયંકા ગાંધી ગાઈ રહ્યાં છે)
અરજી લઈને હું તો
સુપ્રીમ કોર્ટ ગઈ ’તી
સુપ્રીમ કોર્ટ, મને તારીખ દે !
નંઈ તો મારી વોટ બેન્ક
પાછી દે…!

*** 

(ભાજપવાળા નાચી રહ્યા છે)
‘ચોરી લેશું ચોરી લેશું
‘સર’ મોટો દાવ !
પણ...
એક વોટ હટાવું ત્યાં તો
કોક્રોચ નીકળે ચાર !’

*** 

(જેન-ઝિવાળા સીજેપી નેતાઓને ચેતવી રહ્યા છે)
એક જંતર મંતરે
તાળાં મારીયાં રે લોલ !
સહુ તમે ના જશો ખોલવાને
ત્યાં પોલીસ બડો મિજાજી !

*** 

(ઇન્ડિયા બ્લોકના નેતાઓ ધસમસી રહેલા રાહુલ ગાંધીને વીનવે છે.)
‘જોડે રહેજો રાજ…
હવે ધક્કો લાગે કે ના લાગે
બેરીકેડ પર ચડો કે
ના ચડો, તમે…
જોડે રહેજો રાજ !’

*** 

(મોદી સાહેબ પણ મુંઝાયા છે કે આ લોકોનું કરવું શું ?)
‘ઝીણું બોલું તો
માથે ચડી જાય…
આખું બોલું તો
મિડીયા ફોલી ખાય !’

*** 

(વિપક્ષોનો આક્ષેપ છે કે…)
‘ઘોર અંધારી રે ‘યાદી’માંથી
નીકળ્યાં તેર કરોડ નામ !
એવી યાદી રે, કોણ કાઢે ?
એનું જ્ઞાનેશકુમાર છે નામ !’

*** 

(દેશભરનાં યુવક યુવતીઓ ‘ઘેરબેઠાં’ ઓનલાઈન પાનો ચડાવી રહ્યા છે !)
તમે એકવાર દિલ્હી જાજો રે
હો જેન-ઝિ વાળા !
તમે દિલ્હીનાં રીલ્સ
મોકલાવજો રે,
હો જેન-ઝિ વાળા !

*** 

(અને છેલ્લે, સૌ દેખાવકારો આરતી ઉતારી રહ્યા છે…)
જય મિડીયા માતા !
ઓ જય મિડીયા માતા !
અખંડ પ્રચાર ચલાવ્યો
પ્રચંડ વિરોધ ચગાવ્યો
શાહ-મોદી થાક્યા…
ઓહો, જય મિડીયા માતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments