જ્યારે ખાંડના ભાવ રાતોરાત વધી જાય, તેલના, અનાજના, કઠોળના, ડુંગળી, ટામેટાં, બટાકા, શાકભાજી કે ઈવન સિમ્પલ મીઠાના ભાવ વધી જાય ત્યારે કોઈ દુકાનદાર કે કોઈ વેપારી કેમ રડતો નથી ?
પણ હવે જ્યારે યુપીઆઈ વડે થતા વકરામાં ૭૫ હજાર ઉપર માત્ર ૩૦૦ રૂપિયાનો ચાર્જ લાગવાનો છે ત્યારે એમણે કાગારોળ મચાવી દીધી છે !
હજી ડિટેલમાં સાંભળી લો…
***
આ એ જ દુકાનદારો અને મોલવાળા છે જે પરચૂરણની તંગીમાં વરસો લગી આપણને બબ્બે રૂપિયાના બદલામાં માંડ દસ વીસ પૈસાની મીઠી ટોફીઓ પધરાવીને લાખોની છૂપી કમાણી કરતા રહ્યાં…
***
આ એ જ દુકાનદારો અને વેપારીઓ છે જે માલસામાનના વજનમાં ગડબડ કરીને તમને છેતરતા રહ્યા…
***
આ એ જ દુકાનદારો અને વેપારીઓ છે જે નકલી દૂધ, નકલી ઘી, નકલી પનીર, નકલી ચીજ અને સેંકડો ખાદ્યપદાર્થોમાં અનેક જાતની ભેળસેળ કરીને તમારું પેટ બગાડતાં રહ્યાં છે… એમને હવે આજે પોતાનાં પેટમાં દુઃખવા લાગ્યું છે ! હદ છે ને !
***
હજી બાકી છે… તમે જ્યારે દુકાનોમાંથી કે મોલમાંથી સામટી દસ પંદર ચીજો ખરીદો છે ત્યારે કેલક્યુલેટર ઉપર તેનું ટોટલ (એક એક ચીજની કિંમત યાદ રાખીને) ચેક કરો છો ખરા ?
અહીં દર વખતે દસ પંદર રૂપિયાની ગડબડ થી જાય તો તમને ખબર પડે છે ખરી ? પણ હવે એ લોકો સત્યવાદી હરિશ્ચંદ્ર હોય એમ…
***
ઓનલાઇન શોપિંગમાં તો રીતસર ચિટીંગ થાય છે ! આઈટમ પસંદ કરો અને તેનો ઓર્ડર બુક કરો એટલી વારમા જ ભાવ વધી જાય છે ! એક જ ચીજની કિંમત મોંઘા મોબાઈલમાં વધારે જ હોય છે ! ઉપરથી છૂપા ચાર્જિસ ઘૂસાડી દેખાય છે, તે અલગ!
હવે એ જ ઓનલાઈન બિઝનેસવાળા વિરોધની ‘ઓનલાઈન ઝૂંબેશ’ લઈને બેઠા છે ! બોલો.
***
અને છેલ્લું પણ સાંભળતા જાવ…
આ દેશના વેપારીઓ દર વરસે ૩૫૦૦૦ કરોડ (આમ વાંચો…. ૩,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા)ની જીએસટી ચોરી કરે છે… એ જ વેપારીઓ કહે છે કે બિચારા ‘ગ્રાહકો’નો મરો થઈ જશે !
હવે તો જાગો ગ્રાહક ? જાગો !!!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment