મોહન ભાગવતજીએ તો કહી દીધું કે જેન-ઝિ સાથે ‘સંવાદ’ કરો ! પણ એ થાય શી રીતે ? એક બાજુ ‘જડ’ લોકો છે અને બીજી બાજુ ‘જુવાન’ લોકો છે !
એટલે સરવાળે, ફિલ્મી ગાયનોની રીતે જોઈએ તો આવું કંઈક ચાલી રહ્યું છે…
***
સંઘી : ‘યે તુને ક્યા કહા ?’
જેન-ઝિ : ‘કહા હોગા…’
સંઘી : ‘યે મૈંને ક્યા સુના ?’
જેન-ઝિ : ‘સુના હોગા…’
સંઘી : ‘અરે યે ‘બિલ’ ગયા..’
(પેપર-લીક વિશેના બિલની વાત કરી રહ્યા છે. પણ જેન-ઝિને પરવા જ ક્યાં છે?)
જેન-ઝિ : ‘ગયા હોગા…’
(એટલે ફરી સંઘીઓ ચોંકે છે.)
સંઘી : ‘યે તૂને ક્યા કહા ?’
***
સંઘી : ‘સુનિયે…’
જેન-ઝિ : ‘કહીયે ? કહીયે ના ?’
સંઘી : ‘કહતે, સૂનતે, બાતોં બાતોં મેં વોટ મિલ જાયેગા ?’
(આમાં કોન્ટેક્ટ જ ‘બ્લોક’ થઈ જાય છે !)
***
(હવે સંઘીઓ પાછળ પડી જાય છે.)
સંઘી : ‘પુકારતા ચલા હું મૈ, ગલી ગલી જવાનોં કી… બસ એક લાઈક પોસ્ટ કી, બસ એક કોમેન્ટ પ્યારી સી…’
***
(પણ હવે જેન-ઝિ ભાવ ખાવા લાગે છે)
જેન-ઝિ : ‘શામ ઢલે ફેસબુક તલે, તુમ સીટી બજાના છોડ દો…’
(છતાં સંઘીઓ પાછળ પડી જાય છે.)
સંઘી : ‘વોટ કે ઇસ ખેલ મેં, દો પીઢી કે મેલ મેં, તેરા પીછા ના છોડુંગા જેન-ઝિ ભેજ દે ચાહે ‘સ્પેમ’ મેં…’
***
જેન-ઝિ : ‘યું હી તુમ મુજ સે બાત કરતે હો, યા કોઈ હેલ્પ કા ઈરાદા હૈ ?’
સંઘી : ‘અદાએં વોટ કી જાનતા હી નહીં, મેરા જેન-ઝિ ભી કિતના સાદા હૈ !’
***
જેન-ઝિ : ‘મૈં સોલા બરસ કી !’
સંઘી : ‘મૈં સતરા બરસ કા !’
જેન-ઝિ : ‘એક દો બરસ જરા દૂર રહના… (કેમકે ચૂંટણીઓ ૨૦૨૯ છે) વોટ ના મિલે તો ફીર ના કહેના !
***
(છતાં સંઘીઓ થાકવાના નથી. એ તો ફરી એકડે એકથી શરૂ કરશે..)
સંઘી : ‘સુનો’…
જેન-ઝિ : ‘હાં કહો…’
સંઘી : ‘કહા…’
જેન-ઝિ : ‘હાં સુના…’
સંઘી : ‘કુછ હુઆ ક્યા ?’
જેન-ઝિ : (બગાસું ખાતાં) ‘અભી તો નહીં, કુછ ભી નહીં…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment