ભારતના શ્રેષ્ઠ કોમેડીયન શ્રીમાન પપ્પુ કરતાં સો ગણાં વધારે ટેલેન્ટેડ કલાકાર હોય તો તે ટ્રમ્પ છે. એમના વિશેની ટુંકી જોક્સ પણ બહુ ‘લંબી જાતી હૈ’…
***
ઇતિહાસનું પુનરાવર્તન થાય છે એ તો મેં સાંભળ્યું હતું.
પણ છેલ્લા ૩૦ દિવસથી ટ્રમ્પ જે રીતે યુદ્ધવિરામ કરી રહ્યા છે એમાં તો વારંવાર જોવા પણ મળ્યું !
***
ટ્રમ્પને દુનિયાની સૌથી મોટી કચરાપેટી જોવાની ઇચ્છા હતી…
કોઈએ એમને એમની જ ખોપડીનો એક્સ-રે બતાડી દીધો !
***
ટ્રમ્પની વાતોમાં એટલા બધા યુ-ટર્ન હોય છે કે હવે તો…
ગુગલ-મેપ પણ ક્રેશ થઈ રહ્યું છે !
***
અબ્રાહ્મ લિંકન જુઠું નહોતા બોલી શકતા, રિચાર્ડ નિકસન સાચું નહોતા બોલી શકતા. ટ્રમ્પનો પ્રોબ્લેમ એ છે કે…
એ બેમાં શું ફરક છે તેની જ ખબર નથી !
***
બાઈબલ માને છે કે આ દુનિયા ભગવાને બનાવી છે.
પણ ટ્રમ્પ માને છે કે ‘મેં એ કામ ભગવાનને કદી સોપ્યું જ નહોતું!’
***
કહેવત છે કે ‘જો પહેલીવાર તમને સફળતા ના મળે તો ત્યાં સુધી પ્રયત્નો કરતા રહો જ્યાં સુધી તમને સફળતા ના મળે…’
ટ્રમ્પ : ‘મેં એ જ વિચારીને યુદ્ધ અને શાંતિપ્રયાસ બંને શરૂ કરેલાં!’
***
યુએન : ‘કોઈ ચસકેલ ઘમંડી અને અસ્થિર મગજની આપખુદશાહી વ્યક્તિ પાસે ન્યુક્લિયર હથિયારો ન હોવાં જોઈએ.’
ઇરાન : ‘એક્ઝેક્ટલી ! હવે તો સમજો ?’
***
ટ્રમ્પનો રેકોર્ડ છે કે તેઓ અત્યાર સુધીમાં સાત યુદ્ધો અટકાવી ચૂકયાં છે.
પરંતુ ટ્રમ્પનો એનાથી પણ મોટો રેકોર્ડ એ છે તે ઇરાન સામેનું યુદ્ધ ૩૦ વાર જીતી ચૂક્યા છે !
***
કલ્પના કરો કે ટ્રમ્પ અને નેતન્યાહુ એક નાનકડી બોટમાં બેઠા છે. ચારેબાજુ સમંદરમાં ભયાનક તોફાન છે. વીજળી ચમકી રહી છે, સખત પવન ફુંકાઈ રહ્યો છે… અને બોટની ચારે બાજુ સેંકડો માનવભક્ષી શાર્ક આંટા મારી રહી છે… તો બોલો, આમાં કોણ બચી જશે ?
જવાબ : આખી દુનિયા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment