મહા ઘનચક્કર શાયરીઓ !

ઘનચક્કર શાયરીઓની ખાસિયત એ હોય છે કે બીજી પંક્તિમાં કંઈક ભલતું જ નીકળે ! અને એ પણ સાવ સ્ટુપિડ લેવલનું !
વાંચો, અને જુઓ કે અમે કેવું ‘લેવલ’ મેનટેન કર્યું છે !

*** 

જબ તારે જમીં પે ચલતે હૈં
વાહ વાહ

જબ તારે જમીં પે ચલતે હૈં
ક્યા બાત હૈ…

તભી કોઈ ટેક્સીવાલા
પીછે સે ઠોક દેતા હૈ !

*** 

ચાંદ મેરે ગલી મેં
ચૂપકે ચૂપકે આ રહા થા
ગૌર ફરમાઈયેગા…

ચાંદ મેરી ગલી મેં
ચૂપકે ચૂપકે આ રહા થા…

મગર
વહાં ‘નો એન્ટ્રી’ કા બોર્ડ લગા થા,
સાલા, વાપસ ચલા ગયા !

*** 

તમારી યાદમાં હું દિલને
જલાવી રહ્યો છું…
વાહ વાહ

તમારી યાદમાં હું દિલને
જલાવી રહ્યો છું…

કોઈ પાસે
બર્નોલ હોય તો આપોને,
બહુ દાઝી ગયો છું !

*** 

ઇશાન, અગ્નિ,  નૈરૂત્ય, વાયવ્ય
ઊંચી છે ભઈ…

ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય

ભૈશાબ
ચારે ખૂણામાં કચરો છે
ફરીથી સાફ કરો !

*** 

એક સો એક
બસ્સો એક
પાંચસો એક..
આ પણ ઊંચી છે

એકસો એક
બસ્સો એક
પાંચસો એક…

પ્લીઝ
ચાંલ્લા માટે એક રૂપિયો
છૂટો રાખો !

*** 

જા ની વા લી
પી ના રા…
(ધ્યાનથી સાંભળજો)

જા ની વા લી
પી ના રા..

બાકી બધાં ખાનારાં !
ને ખાઈને મોઢું ધોનારા !!

***

- મન્નુ શેખચલ્લી

Comments