આમાં 'છેડો' ક્યાંથી આવે ?

આજે આપણી સામે બે મોટા પ્રશ્નો છે : એક, દુનિયામાં શાંતિ ક્યારે થશે ? અને બે, ગેસના બાટલાની જફા ક્યારે ઓછી થશે ?

આ સવાલ અમે અમારી ‘ટપોરી ચેનલ’ના એક્સ્પર્ટને પૂછ્યો તો એણે શું કહ્યું, ખબર છે ?

*** 

દેખો મન્નુભાઈ,

અમરિકા ઇરાન સે બાત નંઈ કરતા. ઇરાન અમરિકા સે બાત નંઈ કરતા.

પાકિસ્તાન અમરિકા સે બાત કરતા હૈ, મગર અમરિકા સુનતા નંઈ હૈ. પાકિસ્તાન ઇરાન સે ભી બાત કરતા હૈ મગર ઇરાન ઉસ કી બી સુનતા નંઈ હૈ…

અબી ‘નાટો’ બી અમરિકા સે બાત નંઈ કરતા. રસિયા ‘નાટો’ સે રૂઠેલા હૈ ઇસલિયે વો ભી ‘નાટો’ સે બાત નંઈ કરતા.

કેનેડા કુ અમરિકા સે વાંકા પડેલા હૈ ઇસલિયે વો બીચ મેં નંઈ પડતા. અમરિકાને ગ્રીનલેન્ડ મેં ટાંગ અડાએલી હૈ ઇસલિયે ડેન્માર્ક કી હટેલી હૈ.

અમરિકા ને વેનેઝુએલા મેં રાડા મચાયેલા હૈ ઇસલિયે બ્રાઝિલ બી આડા ફટેલા હૈ, અમરિકા ક્યુબા કી વાટ લગાને કી પિલાનિંગ કર રૈલા હૈ ઇસલિયે રસિયા કી હટેલી હૈ.

યુરોપ કી તો રસિયા સે હટેલી જ હૈ, ક્યું કિ રસિયા યુક્રેન કી વાટ લગા રૈલા હૈ ! યુરોપ કી ઇઝરાયેલ સે બી હટેલી હૈ, ક્યું કિ વો લેબનોન કી વાટ લગા રૈલા…

અબી ઇરાન કા ઇઝરાયેલ સે છત્તીસ કા આંકડા હૈ, ક્યું કી ઇરાન કા લેબનોન કે હિઝબુલ્લા સે ટાંકા ભીડેલા હૈ.

અબી દેખો, ઇરાન કા હમાસ સે ભી ટાંકા ભીડેલા… ઉધર અમેરિકા કા ઇઝરાયેલ સે ટાંકા ભીડેલા… રસિયા કા ક્યુબા સે ઔર યુરોપ કા યુક્રેન સે ટાંકા ભીડેલા હૈ…

મતલબ કી, કોઈ કીસી સે બાતી ચ નંઈ કર રૈલા ! ફિર ભી પાકિસ્તાન કુ બાત કરાને કી ખુજલી હૈ ! ઉધર ચીન કુછ બોલતા હૈ, મગર સુનતા કૌન હૈ ?

ભારત કૈતા હૈ કિ ઇરાન અપુન કા દોસ્ત હૈ, ટ્રમ્પ મોદી કા ભી દોસ્ત હૈ ! મગર ટ્રમ્પ ઔર ઇરાન દોનું ને હોરમુઝ કી ખાડી મેં બૂચ મારેલા હૈ… ઇસ મેં ભારત મામુ બન કે ફંસેલા હૈ !

અબી દેખો… દુનિયાં મેં ઇત્તા સબ ઝોલઝાલ ચલ રૈલા હૈ… વહાં મન્નુભાઈ, તુમકુ તુમારે ગેસ કે બાટલે કી પડી હૈ ??

સરમ આની ચાઇયે…

***

- મન્નુ શેખચલ્લી

Comments