ગેસના બાટલાની તો અછત છે જ, પણ ભારતીય પ્રજાની સેન્સ ઓફ હ્યુમર જુઓ… જાતજાતની જોક્સમાં ‘ભરતી’ આવી ગઈ છે ! આવો, એમાં થોડી નવી ઉમેરીએ…
***
(નવી ફિલ્મો આવી રહી છે.)
‘મુકદ્દર કા સિલિન્ડર’
‘જો ચલા વોહી સિલિન્ડર’
***
(નવાં ગાયનો આવી રહ્યાં છે)
‘સિલિન્ડર… સિલિન્ડર… યહાં સે વહાં તક યે લોકોં કી લાઈને કહાં સે કહાં તક ? મેરે હમસફર, મેરી રિ-ફીલ કહાં તક ?’
‘યારાં સીલી સીલી, બચી હુઈ ગેસ કા જલના... યારાં સીલી સીલી… યે ભી કોઈ ખાના હૈ ? યે ભી કોઈ પીના ? યારાં સીલી સીલી…’
***
(નવાં બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે)
‘પકડાયો… પકડાયો… ગામમાં છાણાં ચોર પકડાયો !’
‘આ તો રંગે હાથ પકડાયો… હાથ કાળા જોતાં જ પોલીસને પડ્યો શક ! તપાસ કરતાં એ શખ્શ નીકળ્યો કોલસા-ચોર !’
‘ખોદા પહાડ… નિકલા ચૂહા… ગોડાઉન મેં કોયલા કા બડા સ્ટોક સમજકર મારા છાપા… મગર વો નિકલા ‘કોયલા’ મુવી કી પુરાની ડીવીડી કા સ્ટોક !’
***
નેતાજીએ આપી લાખેણી સલાહ… કહ્યું કે ગાયો-ભેંશોને વધુ ને વધુ ઘાસ ખવડાવો ! આનાથી ગોબરનું વધશે ઉત્પાદન… પછી ગામે ગામ લગાવીશું ગોબર-ગેસના પ્લાન્ટ !
***
(ફિલ્મમાં નવું દૃશ્ય આવશે.)
ગબ્બર એના ડાકુઓ સાથે મારમાર કરતો ઘોડા ઉપર આવીને ત્રાડ પાડે છે : ‘સુન લો રામગઢ કે ગાંવ વાલોઓઓ...’
પણ ગામમાં કોઈ નથી ! એ જોઈને ગબ્બર એકે હંગલનો ડાયલોગ બોલે છે : ‘ઇતના સન્નાટા ક્યું હૈ ભઈ ?’
ત્યારે કાલિયો કહે છે : ‘સરદાર, બાજુ કે ગાંવ મેં નયે ગેસ સિલિન્ડર કા ટ્રક આયા હૈ !’
***
(પોલીસ પણ એકશનમાં હશે)
એક જલસામાં એક ગઝલ ગાયક ગાઈ રહ્યો હતો : ‘દેખ કે દિલ, કે જાં સે ઉઠતા હૈ.. યે ધૂવાં સા કહાં સે ઉઠતા હૈ…’
પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી ! એમને લાગ્યું કે ‘ઇન્ફોર્મર’ છે !
***
(રિપોર્ટ બહાર આવશે.)
દિલ્હીનું પ્રદૂષણ અચાનક ખૂબજ… ખૂબ જ વધી જશે… છેવટે સરકારી તપાસ કમિટીનો રિપોર્ટ આવશે :
‘આનાથી દિલ્હીવાસીઓની પૌષ્ટિકતામાં જોરદાર વધારો થયો છે ! કેમકે લોકો છાણાં, કોલસા અને લાકડાં વડે સાત્વિક ભોજન રાંધી રહ્યા છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment