આખો દેશ આજે ગેસના ટેન્શનમાં છે. યુદ્ધમાં કોનું શું થશે એના કરતાં ઘરમાં ગેસનું શું થશે એની ચિંતા વધારે છે ! આવી તકલીફોમાં બે ઘડી રાહત માટે આવી ગઈ છે ગેસ-ગાયનોની ગીતમાલા…
***
હોર્મુઝની ખાડીમાંથી ગેસનો જથ્થો લાવતાં બે ચાર જહાજો ભારતમાં આવી ગયાં એ તો જાણે વર્લ્ડ કપ જીત્યા પછીની સૌથી મોટી ખુશખબરી છે ! નેતાઓ ગાઈ રહ્યા છે :
‘હમ લાયે હૈં તૂફાને સે કશ્તી નિકાલ કે…
ઇસ ‘ગેસ’ કો રખના, મેરે મિત્રોં સંભાલ કે…!’
***
ગેસનાં વહાણો ભારતમાં આવી ગયા પછી મોદીજી રાષ્ટ્રજોગ સંદેશો આપતાં લલકારશે :
‘મેરે ગેસ-પ્રેમીયોં…
આપસ મેં શેર કરો ગેસ, પ્રેમીયોં !’
***
પરંતુ ગેસના બાટલા ખભે ઉપાડી ઉપાડીને ઘર સુધી પહોંચાડવા એ કંઈ કાચાપોચાનું કામ નથી. એમાં તો જુવાનો જ જોઈએ ! એટલે…
‘યે ગેસ હૈ વીર જવાનોં કા,
અલબેલોં કા, મસ્તાનોં કા,
ઇસ ગેસ કા યારોં ક્યા કહેના…
યે ગેસ હી દુનિયા ! ક્યા કહના…’
***
રાતોરાત ગેસના ભાવોમાં ધરખમ વધારો થયા પછી દેશની જે ગેસ ઉત્પાદન કંપનીઓ છે, (ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ, ગેઇલ ઇન્ડિયા વગેરે) તેઓની તો ‘ચાંદી’ થઈ ગઈ છે ! એમની ગેસ-સાઈટ ઉપર આ ગવાઈ રહ્યું છે :
‘મેરે ગેસ કી ધરતી, સોના ઉગલે
ઉગલે હીરે મોતી, મેરે ગેસ કી ધરતી…’
***
બીજી બાજુ લાંબી લાઈનોમાં તડપ્યા પછી, લાલ રંગના, બાટલા માટે લગભગ કેસરિયાં કર્યા પછી જ્યારે પતિ ગેસના બાટલા સાથે ઘરે આવે છે ત્યારે પત્ની ગાય છે :
‘કેસરિયા બાલમ જી રે, પધારો મ્હારે ગેસ રે !’
***
જોકે અમુક લોકો શરીરમાંથી નીકળતા ગેસને ‘ઉર્જા’ માની રહ્યા છે ! એમનું ગાયન કંઈક આવું છે :
‘યે જો ગેસ હૈ મેરા !
‘સ્વ-ગેસ’ હૈ મેરા !
હૈ સબ સે ન્યારા..
યે વો ‘ગંધન’ હૈં,
કભી ‘છૂટ’ નહીં સકતા..!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment