વર્લ્ડ કપની જુહાપુરી કોમેન્ટ્રી !

વર્લ્ડકપની ફાઈનલ મેચની કોમેન્ટ્રીને લોકોએ ભોજપુરી અને હરિયાણવી બોલીમાં ખુબ એન્જોય કરી છે ! તો એ રીતે આપણા અમદાવાદના જુહાપુરાની બોલી પણ કંઈ કમ નથી ! સાંભળો…

*** 

‘યે ન્યુઝિલેન્ડ કે કેપ્ટનને મેચ સી પહલે વટાંણે વેરે થે ને, કે અમદાવાદ કે સ્ટેડિયમ કુ ચૂપ કરાંણેકા મેરે કુ મજા આયેંગા ? અબી દેખો, ઉન કી જ જીભ ચોંટ ગૈલી હૈ !’

*** 

‘યે અપણે ભારતવાલે જિસ તરા સી ચોક્કે ને છક્કે માર રૈલે, ઉસ મેં રનોં કા ‘સરવાળા’ નંઈ પન ‘ગુણાંકાર’ કરના પડ રૈલા હૈ ! બોલે તો છે તરી અઢાર… ને ચોકુ ચોકુ સોલા !’

*** 

‘ઔર યે બોલ ઉત્તી ઊંચી ઊંચી ગૈલી હૈ કિ ચાંદામામા કુ હાય હલો કર કે, ઉન સે દૂધપૌંવા લેકે, ટાટા બાય બાય કર કે, ડાયરેક્ટ પબ્લિક મેં દૂધપૌંવા બાંટણે લગી હૈ !’

*** 

‘યે ન્યુઝિલેન્ડ વાલે ઇત્તે કેચ કાયકુ છોડ રૈલે ? એસા લગતા હૈ કિ ઉનકુ પાકિસ્તાની પિલિયરોં કા ચેંપ લગેલા હો…’

*** 

‘ઔર ઉન કે બોલરાં બી દેખો ના ? કૈસે બઘવા ગૈલે હૈ ? ઉપરા છાપરી વાઈડાં ડાલ રૈલે…’

*** 

‘યેલ્લો… અબી ભારતવાલે બી ફસકા પડે ! અપણી બી ઉપરા છાપરી તીન-તીન વિકટાં ગિર ગઈં… એક ઓવર પૈલે તો તીનસો રન કરીંગે ઐસી ડંફાસાં મારતેલે… અબી ક્યા હો ગયા ?’

*** 

‘અબે ન્યુઝીલેન્ડ કી વિકટાં તો ઐસી ટપાટપ ગિર રૈલી, જૈસે કાંણી છતરી મેં સી પાણી ટપક રૈલા હો !’

*** 

‘યે લો ભાઈજાંન ! અપણે ઇન્ડિયાવાલે આખર મેં જીત જ ગયે… બોલે તો કાયકુ નંઈ જીતીંગે ?

દો-દો કામ એક સંગાથ મેં હો ગયે… ! એક તો યે નમો ઇસ્ટેડિયમ ‘પનોતી’ હૈ ઐસી અંધસ્રધ્ધા ફૈલ રૈલી થી, ઔર દૂસરા અપણેવાલે ઠેઠ ફાઈનલ મેં જાકે સબ કુ ‘ચૂના’ લગાતે હૈં… એસી દોનું બાતેં અબી ‘સરભર’ હો ગઈના !’

ચલો, અબી ફટાકડે ફોડતે હૈં…

***

- મન્નુ શેખચલ્લી

Comments