આપણી કહેવતો ગમે એટલી જુની થાય, છતાં એ કહેવતોની બંધબેસતી પાઘડી પહેરાવતી ઘટનાઓ સતત બનતી જ રહે છે. જુઓ…
***
ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન ઉપર હૂમલો કર્યો એમાં ઇરાને સાઉદી અરબની પેટ્રોલિયમ રિફાઈનરી ઉપર બોમ્બ ઝીંકી દીધા!
- ‘બે પાડા લડે એમાં ઝાડનો ખો !’
***
પંદર-પંદર દિવસથી અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિમંત્રણા ચાલતી હતી છતાં અચાનક અમેરિકાએ ઇરાન ઉપર હૂમલો કરી જ નાંખ્યો !
- ‘લડ, કાં તો લડનારો દે !’
***
સોનિયા ગાંધી કહે છે કે આયાતોલા ખામનેઈની હત્યા બાબતે મોદીજી કેમ કંઈ બોલતા નથી ? જોવાની વાત એ છે કે દેશમાં હજારો મુસલમાનો જાહેરમાં આંસુ સારી રહ્યા હતા ત્યારે શું સોનિયાજી જઈ એમની સાથે બેઠાં હતાં ?
- ‘ગાંડી સાસરે જાય નહીં, ને ડાહીને શીખામણ આપે !’
***
એમ તો અમેરિકાના ખોળે જઈને બેઠેલું પાકિસ્તાન પણ ખામનેઈના મોત બાબતે મુંગુમંતર છે ! એમને પણ સોનિયાજી કેમ કંઈ સવાલ નથી કરતા ?
- ‘તેરી ભૂ ચૂપ, મેરી ભી ચૂપ !’
***
યુદ્ધના ભણકારા વાગ્યા કે તરત તમામ કોમર્શિયલ એર-લાઈન્સે ફ્લાઈટો કેન્સલ કરી નાંખી ! હવે ત્યાં ફસાયેલા નાગરિકોને ‘મફત’માં અને ‘સરકારી ખર્ચે’ વિમાન દ્વારા પાછા લાવે છે. તો શું કોમર્શિયલ ફ્લાઈટો એ કામ ના કરી શકે ?
- ‘જમવામાં જગલો, ને કૂટવામાં ભગલો !’
***
આ બધી ધમાચકડી વચ્ચે પાકિસ્તાની પોલીસે શિયા મુસ્લિમ દેખાવકારો ઉપર ગોળીબાર કરીને વીસેક જણાને મારી નાંખ્યા… તો બીજી બાજુ અફઘાનિસ્તાને પાકિસ્તાની ન્યુક્લિયર મથક ઉપર બોમ્બ ઠોકી દીધા !
- લુકીંગ ટુ લંડન, ટોકિંગ ટુ ટોકિયો, ગોલી મારી સલીમ કો જાકે લગી કરીમ કો, કૌવા ચલા હંસ કી ચાલ… ચોંચ તૂટી ખસ્તા હાલ…!
***
જ્યાં યુદ્ધની કોઈ અસર નથી થઈ એવા ભારતની ન્યુઝ ચેનલોમાં આખો દહાડો સતત મોટા મોટા ધડાકા-ભડાકા ગાજી રહ્યા છે !
- ‘ચા કરતાં કીટલી ગરમ, તવા કરતાં રોટી ગરમ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment