બોલીવૂડમાં ભલે સારા સ્ક્રીપ્ટ રાઈટરોનો દુકાળ ચાલી રહ્યો હોય, પણ વર્લ્ડ-કપની મેચોમાં તો જોરદાર સ્ક્રીપ્ટો લખાઈ રહી છે ! જુઓ, અમુક રમાઈ ગયેલી મેચોની સ્ક્રીપ્ટો અમારા હાથમાં આવી ગઈ છે…
***
ઇંગ્લેન્ડ જૈસી ઇંગ્લેન્ડ કી ટીમ નેપાલ જૈસી પપલુ ટીમ કે સામને સાત વિકેટ ગંવા દેગી… તબ વિલ જેક્સ નામ કા એક બોલર બેટિંગ મેં આયેગા… ઔર ૧૮ બોલ મેં ૩૯ રન ઠોક દેગા !
કયું કિ હિરો વો હોતા હૈ જો પહલે સે દિખતા નહીં હૈ !
***
વોહી વિલ જેક્સ ન્યુઝિલેન્ડ કે સામને લાસ્ટ-લાસ્ટ મેં આયેગા ઔર ૧૮ બોલ મેં ૩૨ રન મારેગા… વો તો ઠીક, રેહાન એહમદ નામ કા પૂંછવાલા બોલર ૭ બોલ મે ૧૯ રન ઠોક દેગા !
ક્યું કી નયે હિરો કો સાઈડ હિરો ભી ચાહિયે ના ?
***
સ્ક્રીપ્ટ કે હિસાબ સે ઝિમ્બાબ્વે સુપર એઇટ મેં આયેગી ! મગર વોહી ટીમ વેસ્ટ ઇન્ડિઝ કો રેકોર્ડ તોડ ૨૫૪ રન ગિફ્ટ મેં દેગી… પૂછો ક્યું ?
ક્યું કિ અગર ઇન્ડિયન ટીમ કો સુપર હિરો દિખાના હૈ તો ઉસ કો મુસીબત મેં ભી ડાલના પડેગા ! અબી વેસ્ટ ઇન્ડિઝ કા રન-રેટ ૫.૧ હો જાયેગા ઔર સારી ઇન્ડિયન પબ્લિક ટેન્શન મેં !
મગર રુકો ! પિકચર અભી બાકી હૈ…
***
ઇન્ડિયા ઝિમ્બાબ્વે કો બોલેગા : ‘એય ચપડગંજુ ! વેસ્ટ ઇંડિઝ કો તુમને ૨૫૪ રન દિયા ? તો અપુન કો ઉસ સે દો રન જ્યાદા દેના પડેંગા ! સમજા ના ? વરનાઆઆ….’
મગર સ્ક્રીપ્ટ મેં ઐસા ક્યું લાના પડા ?
***
ક્યું કિ સાઉથ આફ્રિકાવાલે મેચ કી સ્ક્રીપ્ટ મેં લિખા થા…
ઇન્ડિયા ઇનતી બૂરી તરહા સે હારના ચાહિયે કે અખ્ખા ઇન્ડિયા ટેન્શન મેં આ જાવે !
***
સ્ક્રીપ્ટ મેં ટેન્શન બઢાને કે લિયે એક શિવમ્ દૂબે કો રખના પડેંગા ! વો ઝિમ્બાબ્વે કો દો ઓવર મેં ૪૬ રન દેગા ! સાઉથ આફ્રિકા કો દો ઓવર મેં ૩૨ રન દેગા ! ઉપર સે એક હી ઓવર મેં ચાર વાઈડ ભી ડાલેગા !
તાકી સ્ટોરી મેં ટેન્શન એન્ડ તક બના રહે !
***
અચ્છા, વેસ્ટ ઇન્ડિઝ મેં ભી સરપ્રાઇઝ હીરો નિકલેંગે ! ઉન કી ૮૩ રન મેં સાત વિકેટ ગિર જાયેંગી… સબ સોચેંગિ કિ જ્યાદા સે જ્યાદિ કિતના ટોટલ હોગા ? ૧૦૦ ? ૧૧૦ ? ૧૨૦ ?
નહીં ! ૧૭૬ !
ક્યું કિ સ્ક્રીપ્ટ મેં વહી હોના ચાહિયે જો કભી હુઆ નહીં !
***
અમારા હાથમાં ફાઈનલ મેચની સ્ક્રીપ્ટ પણ આવી ગઈ છે !
એમાં લખ્યું છે કે વર્લ્ડ કપ તો સાઉથ આફ્રિકા લઈ જશે ! કેમકે અમેરિકામાં એમને છેતરીને આપણે લાવ્યા હતા ને ! હવે આપણે આખા ઇન્ડિયાની પબ્લિકને છેતરવાની છે….
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment