ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલો ટી-૨૦ વર્લ્ડ-કપ હજી શરૂ થાય એ પહેલાંથી જ પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા !
બાંગ્લાદેશે બોયકોટ કર્યો… પાકિસ્તાને મેદાનમાં ઉતરવાની ના પાડીને નૌટંકી કરી… એ પછી પણ ઉતાર-ચડાવ આવતા જ રહ્યા.
ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામે હારી ગયું, ઝિમ્બાબ્વે પણ ઓસ્ટ્રેલિયાને ભૂ પીવડાવી ગયું, અરે ઇંગ્લેન્ડ જેવું ઇંગ્લેન્ડ નેપાળ સામે હારતાં હારતાં બચી ગયું ! બોલો.
એટલે, હવે સાંભળો અલગ અલગ ટીમનાં ગાયનો…
***
પાકિસ્તાન : (ભારત સામે હાર પછી)
‘શર્મ આતી હૈ મગર આજ યે કહના હોગા… અબ હમેં આપ કે કદમોં હી મેં રહના હોગા !’
***
પાકિસ્તાન : (વરસાદને લીધી હારથી બચી જતાં)
‘બરખા રાની જરા જમકે બરસો !’
***
ઓસ્ટ્રેલિયા : (બબ્બે મેચ હાર્યા પછી)
‘ચલ રી સજની અબ ક્યા સોચે ? કજરા ના બહ જાયે રોતે રોતે…’
***
બાંગ્લાદેશ : (ટુર્નામેન્ટમાંથી પત્તું કપાયા પછી)
‘ઓ રાત કે મુસાફિર, ચંદા જરા બતા દે, મેરા કુસુર ક્યા હૈ તુ ફૈસલા સુના દે!’
***
ઝિમ્બાબ્વે : (મોટા ઉલટફેર કર્યા પછી)
‘તૂને અભી દેખા નહીં, દેખા હૈ તો જાના નહીં, જાના હૈ તો માના નહીં… જો સોચેં જો સમઝે વોં કરકે દિખા દે, હમ વો હૈ જો દો ઔર દો પાંચ બના દેં !’
***
ભારત : (બહુ ફાંકામાં રહેવાથી હારને કારણે)
‘આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે ! બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ ?’
***
આઈસીસી :
‘આતે જાતે હુએ મૈં સબ પે નજર રખતા હું…’
***
અને ભારતનો કોમનમેન :
‘મુઝે ના સપનોં સે બહેલાઓ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment