પાકિસ્તાની ક્રિકેટની દયા ખાવા માટે ખરેખર તો હજારો શબ્દો પણ ઓછા પડે તેમ છે ! પરંતુ એમની મજાક ઉડાડવા માટે એક-એક બબ્બે વાક્યો જ પુરતાં છે ! સાંભળો…
***
પાકિસ્તાનના લોકો હવે ઇમરાન ખાનને જેલમાંથી બહાર લાવવાની માગણી કરી રહ્યા છે !
કેમકે એમને લાગે છે કે ભારતને હરાવવાની ટોપ સિક્રેટ ફોર્મ્યુલા માત્ર ઇમરાન ખાન પાસે જ છે !
***
પાકિસ્તાનના લોકો વિરાટ કોહલીને પાકિસ્તાનનો મસીહા શા માટે માની રહ્યા છે ?
કેમકે છેલ્લી ૧૬ આઈસીસી મેચોમાંથી એક જ મેચ પાકિસ્તાન જીત્યું હતું… એમાં વિરાટ કોહલી ભારતનો કેપ્ટન હતો !
***
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને આઈસીસી પાસેથી વધારાના ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરી છે !
કેમ ? તો કહે છે કે અમે મેચનો બહિષ્કાર કરવાનાં નાટકો કર્યાં એમાં મિડીયા હાઈપ કેટલી બધી વધી ગઈ ? પછી અમે હા પાડી એમાં મેચની વ્યુઅરશીપ પણ કેટલી બધી વધી ગઈ ? બોલો.
***
મેચ વખતે બીસીસીઆઈ ચેરમેન જય શાહ અને પાક. ક્રિકેટ બોર્ડના ચેરમેન નકવી બાજુબાજુમાં જ બેઠા હતા ! આમાં આપણે શું સમજવું ?
- એ જ આપણે હાથ નહીં મિલાવવાનાં નાટકો માત્ર ‘મેદાન’માં જ કરીએ છીએ !
***
અચ્છા, આખી વાતમાં બાંગ્લાદેશને શું મળશે ?
સ્કોટલેન્ડમાં ફરવા જવા માટેની પંદર ટિકીટો !
***
પાકિસ્તાનમાં હવે વીજળી, પાણી અને લોટ પછી શેની અછત વર્તાઈ રહી છે ?
- ગાળોની ! કેમકે પાકિસ્તાની ક્રિકેટરોને દેવા માટે હવે તો એ પણ ખૂટી પડી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment