સાઉદી અરેબિયાએ આજ સુધીમાં પાકિસ્તાનના ૨૬૦૦૦ જેટલા ભિખારીઓને પોતાના દેશમાંથી તગેડી મુક્યા છે !
બીજી બાજુ પાકિસ્તાનના એક સાંસદ કહે છે કે પાકિસ્તાનનો આ એક માત્ર ઉદ્યોગ એવો છે જેમાં કદી ખોટ નથી આવી !
ઉપરની બંને વાતો જોક્સ નથી… જોક્સ તો હવે આવે છે !
***
બિચારી ભારતની સરકાર અમેરિકાના ટેરિફનો સામનો કરવા માટે સત્તર નાના મોટા દેશો સાથે નિકાસના કરાર કરવા માટે દોડધામ કરે છે…
જ્યારે પાકિસ્તાન એક જ આઇટમની નિકાસ પર ફોકસ કરી રહ્યું છે !
***
ટ્રમ્પ અને શાહબાઝ શરીફની હવે પછી જે મિટિંગ તાય એનો મુખ્ય મુદ્દો હશે ‘પીકેબી વિઝા’…
યાને કે ‘પાકિસ્તાન કે ભિખારી વિઝા’ !
***
પેલેસ્ટાઈન સાથે પણ પાકિસ્તાનની વાટાઘાટો ચાલી રહી છે કેમકે ભયાનક યુદ્ધ પછી ત્યાંના ઘાયલ લોકોને ‘દવા’ અને ‘દુવા’ બંનેની જરૂર છે.
દવા તો અનેક દેશો મોકલી રહ્યા છે. પણ ‘દુવા’ માટે પાકિસ્તાનથી ભિખારીઓને મોકલવામાં આવશે.
***
કહે છે કે મુલતાનના એક ભિખારીએ પોતાની દાદીની અંતિમવિધિ માટે ૧૦,૦૦૦ લોકોને જમાડ્યા હતા. જેમાં તેણે ૧ કરોડ રૂપિયાનો ખર્ચો નાંખ્યા હતા.
હવે આ વરસે જ્યારે ભારત સતલજ, ચિનાબ અને ઝેલમ નદીનાં પાણી બંધ કરશે ત્યારે પાકિસ્તાનનો ભૂખમરો માત્ર ભિખારીઓ જ મિટાવી શકશે !
વાટાઘાટો અત્યારથી ચાલી રહી છે.
***
એક ભિખારી તો સાઉદી અરેબિયા જતા વિમાનમાં ભીખ માગી રહ્યો હતો !
આ વિડીયો જોયા પછી શાહબાઝ શરીફે ‘નાસા’ સાથે પણ વાટાઘાટો શરૂ કરી છે…
***
અને લેટેસ્ટ ન્યુઝ…
જે રીતે પાકિસ્તાને મે મહિનામાં આઈએમએફ પાસેથી ૧.૩ મિલિયન ડોલર્સ અને હવે ડિસેમ્બરમાં ૧.૭ મિલિયન ડોલર્સની લોન મેળવી લીધી છે એ જોતાં…
હવે પાકિસ્તાનના ભિખારીઓ શાહબાઝ શરીફને જ પોતાના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બનાવવા માગે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment