સારી પત્ની માટેનાં વ્રત !

શ્રાવણ મહિનામાં એક વ્રત એવું હોય છે જે કુંવારી કન્યાઓ પોતાને સારો પતિ મળે એના માટે પરંપરાગત વ્રત કરતી હોય છે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે કુંવારા છોકરાઓએ નવી જાતનાં વ્રતો કરવાં પડશે !

*** 

રાંધણ-ચોથનું વ્રત :
બાબો સાત વરસનો થાય ત્યારથી આ વ્રત મમ્મીએ કરાવવાનું શરૂ કરી દેવાનું રહેશે. શરૂશરૂમાં સહેલી વાનગીઓ જેમકે સેન્ડવીચ, ચા-કોફી વગેરે બનાવતાં શીખવાડી દેવાનું.

પછી જેમ જેમ બાબો મોટો થતો જાય તેમ તેમ મેગી, ભાત, ખિચડી વગેરે બનાવવાનું શરૂ કરવાનું છે.

ખાસ તો જ્યારે જ્યારે કૂકરની સીટી વાગે ત્યારે ત્યારે બાબાએ અચૂક ભૂલ્યા વિના ‘પત્ની પરમેશ્વર… પત્ની પરમેશ્વર… ’ એવા જાપ જપતા રહેવાના છે.

*** 

રિમેમ્બર-ડે વ્રત :
આ વ્રતની શરૂઆત તો બાબો નર્સરી સ્કૂલમાં કે પ્લે-ગ્રુપમાં જવા લાગે ત્યારથી જ કરી દેવાની છે…

આમાં તો બાબાના પપ્પાએ પણ સાથ આપવાના છે. આમાં રોજ સવારે બાબાને ઉઠાડીને પૂછવાનું છે : ‘બોલો બેટા, આજે કઈ તારીખ છે ? આજે કોનો બર્થ-ડે છે ? કોની એનિવર્સરી છે ? કોનો એન્ગેજમેન્ટ ડે છે ? કોનો બ્રેક-અપ ડે છે ? કોનો કોનો પેચ-અપ ડે છે ?’

મૂળ સમસ્યા શું છે કે પુરુષો (ખાસ તો પતિઓ) બધી મહત્વની તારીખો ભૂલી જતા હોય છે ! પરંતુ જો આ વ્રત બાળપણથી જ કર્યું હશે તો મોટો થઈને તેની પત્ની સાથેના ઝગડા મિનિમમ પચાસ ટકા જેટલા ઘટી જશે.

*** 

પાંચ શોપિંગનું વ્રત :
આમાં માત્ર છોકરી શોપિંગ કરતી હોય ત્યારે ધીરજ ધરીને કંપની આપવાનુ વ્રત નથી. અહીં તો છોકરાએ જાતે જ, કોઈપણ છોકરીની મદદ વિના પાંચ અલગ અલગ વસ્તુઓ ખરીદવાની છે !

(૧) લેડીઝ લિન્જરી (૨) લેડીઝ સેન્ડલ (૩) એકવીસ જાતના અલગ અલગ રંગની લિપસ્ટીકો (૪) બાર જાતનાં પરફ્યુમ અને (૫) દર મહિનાની પહેલી તારીખે એક સાડી !

*** 

બાળોતિયા વ્રત :
આ વ્રત પ્રેમમાં પડતાંની સાથે જ, અથવા સગાઈ થતાં જ શરૂ કરવાનું છે ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments