અમુક ફિલ્મી ગાયનોમાં શાયરો બહુ અઘરા અઘરા સવાલો પૂછીને ગયા છે ! દાખલા તરીકે ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ ? કાહે કો દુનિયા બનાઈ ?’
હવે દુનિયાને બનાવનારો કંઈ ઉપરથી જવાબ આપવા માટે નીચે થોડો આવવાનો છે ? છતાં અમુક ગાયનોમાં જે સવાલો હોય છે તેના જવાબો બીજા કોઈ ગાયનમાંથી જ મળી જાય છે ! જુઓ…
***
સવાલ : ‘ક્યું ચલતી હૈ પવન ? ક્યું ઝૂમે હૈં ગગન ? ક્યું મચલતા હૈ મન ?’
અહીં જવાબ ફિલોસોફિકલ છે :
‘યે જીવન હૈ… ઇસ જીવન કા, યહી હૈ… યહી હૈ… યહી હૈ રંગ રૂપ !’ (ત્રણ વાર કીધું ભઈલા)
***
સવાલ : ‘સીએટી કેટ, કેટ માને બિલ્લી, આરએટી રેટ, રેટ માને ચૂહા… મતલબ ઈસ કા તુમ કહો તો ક્યા હુઆ ?’
બોલો અઘરો સવાલ છે ને ? પણ જવાબ સાવ ઉડાઉ છે :
‘એ બી સી ડી છોડો… નૈંનો સે નૈનાં જોડો !’
***
સવાલ : ‘યું હી તુમ મુજ સે બાત કરતી હો ? યા કોઈ પ્યાર કા ઈરાદા હૈ ?’
જોકે ઇન્સ્ટાગ્રામની ચેટમાં આવું ડાયરેક્ટલી પૂછાય નહીં ! કેમ કે જવાબ પણ ગાયનમાં આવી શકે છે :
‘હમેં હો ના હો, મુજ કો તો ઈતના યકીં હૈ… મુઝે પ્યાર તુમ સે નહીં હૈ, નહીં હૈ ?’ (બે વાર કીધું, અલ્યા)
***
સવાલ : ‘કોઈ બતા દે, દિલ હૈ કહાં ? ક્યું હોતા હૈ દર્દ વહાં?’
બોલો, આ તો કાર્ડીયોલોજીસ્ટ માટેનો સવાલ છે ને ? પણ એ ‘દર્દ’નો ઇલાજ ગાયનમાં છે…
‘અગર દિલ હમારા, શીશે કે બદલે પથ્થર કા હોતા, ના તૂટતા ના ફૂટતા, ના માનતા ના રૂઠતા, ના બાર બાર હંસતા, ના બાર બાર રોતા !’
(બસ, કોઈ એવો હાર્ટ સર્જન જ શોધવાનો રહ્યો, જે ‘પથ્થરનું દિલ’ ઇમ્પ્લાન્ટ કરી આપે.)
***
સવાલ : ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે ?’
આમાં જાહેર નોટિસના બોર્ડ જેવો જવાબ છે કે…
‘કહ દો કોઈ ના કરે યહાં પ્યાર !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment