બોલીવૂડ અને પાકિસ્તાનની પ્રશ્નોત્તરી !

ભારત અને પાકિસ્તાનના સંબધો વિશે જેટલા પ્રશ્નો છે એના કરતાં આજકાલ બોલીવૂડ અને પાકિસ્તાનના સંબંધો વિશે વધારે પ્રશ્નો છે ! જુઓને…

*** 

પહેલગામ હુમલાથી માંડીને છેક શસ્ત્રવિરામ થયો ત્યાં સુધી અમિતાભ બચ્ચને દરરોજ માત્ર ટ્વિટ નંબર લખીને કોરી જગ્યા કેમ છોડી રાખી હતી ?

- કેમકે બચ્ચન સાહેબ સલમાન, શાહરુખ, આમિર વગેરેની ‘મિમિક્રી’ કરી રહ્યા હતા !

*** 

‘સિતારે જમીં પર’ હવે પાકિસ્તાનમાં કેમ રિલીઝ નહીં થાય ?

- કેમ કે પાકિસ્તાને ઓલરેડી ધોળે દિવસે તારા જોઈ લીધા છે !

*** 

બોલીવૂડના અમુક ફિલ્મ સ્ટારોએ આજ દિન સુધી કદી પણ પાકિસ્તાનની કોઈ ટીકા કેમ નથી કરી ? શું તેઓ દેશભક્ત નથી?

- તેઓ દેશભક્ત જ છે ! ફરક એટલો જ કે એ ‘દેશ’ અલગ છે !

*** 

જાવેદ અખ્તર કેમ આજકાલ ધડાધડ પાકિસ્તાન વિરોધી વાતો કરી રહ્યા છે ?

- કદાચ એમને ઔવેસીની બાયોપિકમાં મેઈન રોલ ભજવવાની ઓફર થઈ છે ! એટલે સંવાદોની પ્રેક્ટિસ કરી રહ્યા છે !

*** 

પાકિસ્તાનમાં ‘ગદર-ટુ’નાં પોસ્ટરો શા માટે બાળવામાં આવ્યા ?

- પબ્લિક એ વાતે ગુસ્સામાં છે કે ‘ઓલરેડી અહીં પાણીનાં ફાંફાં છે… ઉપરથી સની દેઉલ અમારા હેન્ડ પંપ પણ ઉખાડીને લઈ જશે ?’

*** 

‘કાન’ ફિલ્મ ફેસ્ટિવલમાં પાકિસ્તાની કલાકારોને કેમ નથી બોલાવતા ?

- કાન ફેસ્ટિવલવાળા ‘નાક’ ધરાવતા દેશોને જ આમંત્રણ આપે છે !

*** 

પાકિસ્તાનના વખાણ કરતા યુ-ટ્યુબરો અને પાકિસ્તાનની ટીકા નહીં કરનારા ફિલ્મ સ્ટારોમાં ફરક શું છે ?

- એ જ કે ફિલ્મ સ્ટારોને અબજો રૂપિયા ભારતના જ લોકો આપી દે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments