તમે કોઈ હોલીવૂડની એકશન મૂવી હિન્દી ડબિંગમાં જોઈ છે ? એમાં શી ખબર કયા કારણસર એવો દેશી વઘાર કરવામાં આવે છે, જેનાથી આખું કોમ્બિનેશન કંઈ વિચિત્ર જ લાગે છે !
બોલનારા પાત્રો ધોળિયા અથવા કાળિયા હોય, પણ ભાષા બમ્બૈયા ટપોરી હોય ! સાંભળો…
***
અંગ્રેજી ડાયલોગ :
‘થેન્ક યોર સ્ટાર્સ બડી, આઈ એમ નોટ ઇન અ મૂડ ટુ ફાઈટ.’
હિન્દી ડાયલોગ :
‘ભગવાન કા શુકર કર કિ મૈં મંગલવાર કો લડાઈ નહીં કરતા, વરના આજ તો તેરી ખૈર નહીં થી !’
***
અંગ્રેજી ડાયલોગ :
‘આઈ થિંક વિ શૂડ ફાયર ધીસ ગાય. હિ ઇઝ બિઇંગ અ લાયેબિલીટી.’
હિન્દી ડાયલોગ :
‘મુઝે લગતા હૈ યે હમારી ધોતી ખોલને મેં લગા હૈ, ઈસ સે પહલે યે હમારી લુંગી નિકાલે, ઇસે પતલી ગલી સે ભગા દેના ચાહિયે !’
***
અંગ્રેજી ડાયલોગ :
‘આઈ હેવ અ અપસેટ સ્ટમક. આઈ નીડ સમ મેડિસીન.’
હિન્દી ડાયલોગ :
‘લગતા હૈ આજ નાશ્તે મેં છોલે ભટોરે જ્યાદા હો ગયે ! હાજમોલા લેની પડેગી !’
***
અંગ્રેજી ડાયલોગ :
‘વિ નીડ ટુ ટોક અબાઉટ યોર એટિટ્યૂડ. ઇટ્’સ નોટ ગોઈંગ ટુ વર્ક લાઈક ધીસ.’
હિન્દી ડાયલોગ :
‘તુમ્હારી શકલ ચંકી પાંડે જૈસી હૈ ઔર તેવર સલમાન ખાન જૈસે હૈ ! યે યહાં નહીં ચલેગા ભીડુ !’
***
અંગ્રેજી ડાયલોગ :
‘ડોન્ટ ફ્રીક મિ. આઉટ ! આઈ વિલ બિટ ધ ગટ્સ આઉટ ઓફ યોર બોડી !’
હિન્દી ડાયલોગ :
‘મેરે સાથ પંગા મત લેના શાણે ! વરના મૈં તુમ્હારી પતલૂન સે ટટ્ટી નિકાલ કે હાથ મેં રખ દૂંગા !’
***
અંગ્રેજી ડાયલોગ :
‘લેટ્સ ફર્સ્ટ ડિસાઈડ, હુ ઇઝ ઇન-ચાર્જ હિયર !’
હિન્દી ડાયલોગ :
‘પહલે યે તય હો જાના ચાહિયે કે યહાં પર ઇક્કા કૌન હૈ ઔર તીડી કૌન હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment