બોલીવૂડની વધુ બે ફિલ્મો શરમજનક રીતે બોક્સ ઓફિસ પર ડૂબી ગઈ ! (ચોમાસું ત્યાં પણ નડે છે.) હાલત એટલી ખરાબ છે કે બોલીવૂડને લાગતી જોક્સ પણ દાઝ્યા ઉપર ડામ જેવી લાગે છે ! જુઓ…
***
બોલીવૂડના પ્રોડ્યુસરો ભેગા મળીને ફરિયાદ કરે છે કે મોટા મોટા સ્ટાર્સ જે ભાવ માગે છે એને તેઓ લાયક જ નથી.
એ હિસાબે ફિલ્મની ટિકીટોનું પણ જરા વિચારોને ? બે રૂપિયા પણ ના અપાય એવી ફિલ્મોની ટિકીટ તમે ૨૦૦ રૂપિયા શું હિસાબે રાખો છો ?
***
અક્ષયકુમાર કહે છે કે જ્યાં સુધી મને કોઈ ગોળી ના મારે ત્યાં સુધી હું ફિલ્મોમાં કામ કરતો રહીશ !
લો બોલો. અરે, તારી ફિલ્મો અમારા ઉપર માથાના દુઃખાવાની ગોળીઓ છૂટ્ટી મારે છે એનું શું ?
***
કહે છે કે કંગના રાણાવતે એનો મુંબઈનો બંગલો વેચવા કાઢ્યો છે.
કંગના એમ સમજતી હશે કે સાથે પોપકોર્ન સમોસા ફ્રી આપીશું તો બંગલો પણ વેચી શકાશે !
***
બોલીવૂડની લેટેસ્ટ ફિલ્મનું નામ છે : ‘ઔરોં મેં કહાં દમ થા ?’
સાચી વાત છે ! બોલીવૂડને ડૂબાડવા માટે બોલીવૂડવાળા જ કાફી છે ! બીજા લોકોની જરૂર જ ક્યાં છે ?
***
હોલીવૂડની એક લેટેસ્ટ ફિલ્મે કોઈ હિન્દી બ્લોકબસ્ટર કરતાં પણ વધારે નફો કર્યો.
કરે જ ને ? તમે બોલીવૂડવાળા ફિલ્મોનાં પોસ્ટરો અંગ્રેજીમાં છાપો, ફિલ્મોમાં ક્રેડિટ ટાઇટલ્સ ઇંગ્લીશમાં હોય, તમે ઇન્ટરવ્યુ ઇંગ્લીશમાં આપો, આખેઆખાં એવોર્ડ ફંકશનો ઇંગ્લીશમાં ચલાવો… શુધ્ધ હિન્દી બોલનારાઓની મજાક ઉડાવો… અને પછી ફરિયાદ કરો છો કે હિન્દી ફિલ્મો કેમ ચાલતી નથી !
***
બોલીવૂડની લેટેસ્ટ ફિલ્મોનાં નામો જ એવાં છે કે…
‘સરફિરા’… હાં, પ્રેક્ષકોં કા સર ફિરા !
‘ઉલઝ’… યે ઉલઝન હૈ, કોઈ સોલ્વ કરો !
‘બેડ ન્યુઝ’… ફિલ્મ બનાવતી વખતે જ એમને ખબર હતી !
’36 ડેય્ઝ’… એટલા દિવસ પણ ના ચાલી !
‘મૈદાન’… સાફ થઈ ગયું !
‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા…’ તેરી સ્ટોરી મેં ભી ઐસા હી ઉલઝા !
‘બ્લેકઆઉટ’… કોઈ દિમાગ કી બત્તી તો જલાઓ, યાર ?
‘જરા હટકે જરા બચકે’.. ફિલ્મના નામમાં જ રિવ્યુ હતો ! સમજ્યા કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment