પહેલાં પૂનમ પાંડેની બહેને ઓનલાઇન ઘટસ્ફોટ કર્યો કે મારી બહેનનું સર્વાઇકલ કેન્સરથી મોત થયું છે.
હજી 24 કલાક પણ નહોતા થયા ત્યાં પૂનમ પાંડે સોશિયલ મિડીયામાં પ્રગટ થઈ ! તેણે કહ્યું હું જીવતી છું ! બોલો.
આમાં આપણે શું સમજવાનું…
***
એ જ કે, પૂનમ પાંડે ભારતની એવી પહેલી મહિલા છે જેનો પુનર્જન્મ માત્ર 24 કલાકની અંદર થયો છે !
***
પૂનમ પાંડે પહેલી એવી વ્યક્તિ છે જેને સર્વાઇકલ કેન્સરનો 100 ટકા શ્યોર ઉપાય પણ જડી ગયો છે !
***
જોકે હવે સૌ જાણે છે કે પૂનમ પાંડેને સર્વાઇકલનો પ્રોબ્લેમ નહોતો, પણ સર્વાઇવલ (અસ્તિત્વ)નો પ્રોબ્લેમ હતો !
***
પૂનમ પાંડે છેક ઉપર જઈને પાછી કેમ આવી ?
કેમકે ચિત્રગુપ્તે કહ્યું કે તમે અહીં તમારા ફોલોઅર્સને નહીં લાવી શકો !
***
છેલ્લા બે દિવસથી બિચારા ચિત્રગુપ્ત સ્વર્ગમાં રબ્બર શોધી રહ્યા છે !
કેમ ? અરે, ચોપડામાં ખોટી એન્ટ્રી થઈ ગઈ છે !
***
જો પૂનમ પાંડેનું આમ જ ચાલ્યું તો એની બાયોગ્રાફીમાં આવું લખ્યું હશે…
જન્મ : ફલાણી તારીખ
મૃત્યુ (1) : ઢીકણી તારીખ
મૃત્યુ (2) : ફલાણી તારીખ
મૃત્યુ (3) : ઢીંકણી તારીખ
***
કોઈકે કહ્યું છે કે પોલીસે પૂનમ પાંડે ઉપર કેસ કરવો જોઈએ ! સવાલ એ છે કે કેસ શેનો કરી શકાય ?
આત્મહત્યાનો ?.. પણ એ તો મરી જ નથી.
આત્મહત્યાના પ્રયાસનો ?... એ પણ એણે ક્યાં કર્યો છે ?
અફવા ફેલાવાનો ?... એ તો એની બહેને ફેલાવી હતી !
લોકોને ગેરમાર્ગે દોરવાનો ?... અરે, અહીં તો લોકો જે મળે એ માર્ગે પૂનમ પાંડેની જુની ‘રંગીન’ તસવીરો શોધી રહ્યા છે !
***
પૂનમ પાંડેના ચાહકોની ડિમાન્ડ છે કે હવે એ મરે તો ‘એઇડ્ઝ’થી મરે ! જેથી એની ‘કેસ હિસ્ટ્રી’ ડિટેઇલમાં જાણવા મળે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment