મણિપુરમાં અને ગુરુગ્રામ-હરિયાણામાં ફાટી નીકળેલાં તોફાનોને સમજવા માટે એક ખુબ જ સિમ્પલ શોર્ટ-કટ છે ! જુઓ…
***
રસ્તામાં બે માણસો લડતા હોય ત્યાં ત્રીજા લોકો આવીને એમને છોડાવીને શાંત પાડે તો…
- એ ભલા માણસો હશે.
***
રસ્તામાં ત્રણ-ચાર જણા લડતા હોય અને બીજા પંદર-વીસ જણા ટોળે વળીને તમાશો જોતાં જોતાં વિડીયો ઉતારે તો…
- એ ‘નોર્મલ’ માણસો કહેવાય.
***
એ પંદર-વીસના ટોળામાં ઘૂસ મારીને, બધાને ધક્કે ચડાવીને અચાનક જતા રહે…
- તો એ ‘ખિસ્સાકાતરુ’ હશે !
***
પણ પંદર-વીસ જણાના ઝગડામાં કૂદી પડીને સામસામી મારામારી ઉપર ઉતરી આવે…
- તો એ ‘ગુન્ડાઓ’ હશે !
***
સામસામી મારામારીમાં પથ્થરમારો શરૂ થઈ જાય, દુકાનો સળગવા માંડે…
- તો એમાં ક્યાંક ‘સ્થાનિક નેતા’ હશે !
***
બે જણાની લડાઈમાં અચાનક દુકાનો સળગે, બજારો બંધ થઈ જાય અને કરફ્યુ પણ લાગી જાય…
તો સમજવું કે આમાં ‘કોમી નેતા’ હશે !
***
સળગતી દુકાનો, બંધ બજારો, ઘાયલ લોકો, રડતાં કકળતાં બાળકો વગેરેના વિડીયો વડે આખા રાજ્યમાં તંગદિલી ફેલાઈ જાય…
- તો સમજી લેજો કે આમાં હવે બધા ‘રાજકીય નેતા’ છે !
***
અને એ જ મામૂલી લાગતી લડાઈ આગળ વધીને બે જુથો, બે કોમો, બે રાજ્યો કે બે વિચારધારાની લડાઈ સુધી પહોંચી જાચ…
- તો એમાં માનનીય ‘રાષ્ટ્રિય નેતાઓ’ હશે !
***
અને બોસ આગળ જતાં બે દેશ વચ્ચે લડાઈ થવા માંડે અને બન્ને દેશોને એક બાજુ શાંતિ રાખવાનું કહેતાં કહેતાં બીજી બાજુ એમને શસ્ત્રો સપ્લાય કરવા લાગે…
તો એને ‘અમેરિકા’ કહેવાય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment