મણિપુર ચર્ચાની ગીતમાલા !

સંસદમાં મણિપુર હિંસાને મામલે હજી પરિસ્થિતિ ઠેરના ઠેર જ છે. વિપક્ષો ચર્ચાની માંગ કરે છે અને પ્રધાનમંત્રીજી ચૂપ છે…
આમાં ને આમાં જાણે એક ગીતમાલા બની રહી છે !...
*** 

વિપક્ષો : સૂનો…
સ્પીકર : કહો…
વિપક્ષો : કહા…
સ્પીકર : સુના…
વિપક્ષો : કુછ હુઆ ક્યા ?
સ્પીકર : અભી તો નહીં… કુછ ભી નહીં…

*** 

આ બાજુ ખુદ ભાજપના સાંસદો ટેન્શનમાં છે કેમકે એમના માથે પણ સવાલોની ઝડી વરસી રહી છે. ભાજપના સાંસદો પૂછે છે :

દુનિયા કરે સવાલ તો હમ,
ક્યા જવાબ દેં ?’

*** 
જવાબમાં હાઈકમાન્ડ કહે છે :

‘કુછ ના કહો, કુછ ભી ના કહો
ક્યા કહના હૈ ? ક્યા સુનના હૈ ?
તુમ કો પતા હૈ ! મુજ કો પતા હૈ !’

*** 

પેલી તરફ આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા, જે ઓલરેડી ઊંધા-ચત્તા નિવેદનો વડે બફાટ કરી ચૂક્યા છે, તે કહે છે :

‘હમ બોલેગા તો બોલોગે…
કે બોલતા હૈ !’

*** 

સમગ્ર ભાજપના કાર્યકરોની નજર ‘સાહેબ’ તરફ છે. બધાની લાગણી કંઈક આવી છે :

‘વો ચૂપ રહેં તો મેરે
દિલ કે દાગ જલતે હૈં
વો (મન કી) બાત કર લે
તો દિન મેં ચિરાગ જલતે હૈં !’

*** 

દરમ્યાનમાં મણિપુરમાં બનેલી અરેરાટીભરી દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBI ગણગણી રહી છે :

હોઠોં પે ઐસી બાત મૈં
છૂપા કે ચલી આઈ
ખુલ જાયે વોહી બાત તો
દૂહાઈ હૈ દૂહાઈ !!’

*** 

આ તરફ જ્યાં સંસદમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે સરકારનો ફફડાટ શું છે ?

બાત હૈ એક બુંદ સી
દિલ કે પ્યાલે મેં…
આતે આતે હોંઠો તક
તૂફાન ના બન જાયે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments