જ્યારે પણ આવી કોઈ મોટી ઘટના બને ત્યારે ઓનલાઇન ન્યુઝ આવે છે કે ‘નેટિઝન્સ ફ્લડ ધ ઇન્ટરનેટ વિથ ક્રેઝી મિમ્સ…’ પણ એમાં હોય છે શું ?
મોટે ભાગે કોઈને કોઈ ફિલ્મમાંથી ઉઠાવીને ચિપકાવેલા ડાયલોગ્સ ! જે લગભગ કોઈપણ ઘટના ઉપર ચોંટાડી શકાય ! એટલે અમને થયું કે આના માટે તો ટેઈલર-મેઈડ જોક્સ બનવી જોઈએ ! જુઓ નમૂના…
***
ચંદ્રયાને ચંદ્રની નજીક જઈને ફોટા પાડતાં પહેલાં દેશની પ્રેમિકાઓ માટે કયું ગાયન ગાયું હશે ?
‘તેરી સુરત સે નહીં મિલતી, કિસી કી સુરત !’
***
અચ્છા, ઇસરો અને દુરદર્શને ચંદ્રયાનના ઉતરાણનું લાઇવ ટેલિકાસ્ટ આટલા મોટા પાયા ઉપર શા માટે કર્યું, ખબર છે ?
- જેથી કેજરીવાલ કાલે ઉઠીને એમ ના કહે કે ‘આના પુરાવા ક્યાં છે ?’
***
અને મધ્યપ્રદેશના CMનાં પત્નીએ વારંવાર શિવરાજસિંહ ચૌહાણની નજર શા માટે ઉતારવી પડી ?
- કેમકે આખું મધ્ય પ્રદેશ એમને ‘મામાજી’ કહે છે ને ?
***
કહે છે કે બજાજ સ્કુટરવાળા હવે ‘ચંદ્રયાન-૩’ નામનું નવું સ્કુટર મોડલ લોંચ કરવાના છે.
- કેમકે ચંદ્ર જેવા ખાડાવાળા રસ્તા ઉપર તો ‘ચંદ્રયાન’ જ ચાલી શકશે ને ?
***
ચંદ્રયાને આટલી બધી તસવીરો મોકલી છતાં યંગસ્ટર્સ લોકોને શી કંપ્લેન છે ?
- એક પણ સેલ્ફી તો મોકલી જ નહીં !
***
સાઉથના પેલા એક્ટર પ્રકાશ રાજને ‘બેસ્ટ વિલન ઓફ ધ યર - 2023’નો એવોર્ડ શા માટે મળવો જોઈએ ?
કેમકે ભારતની ભોળી જનતા રિયલ લાઇફના વિલનોને તો મારી શકતી નથી પણ પરદા ઉપર વિલનની નકલી ધોલાઈ થતી જોઈને રાજીરાજી થઈ જાય છે ! પ્રકાશ રાજે એ જ તક સૌને ‘ઓનલાઇન’ આપી છે…
***
બધું બરાબર, પણ આ મિશનથી દેશના આમ નાગરિકને શું મળશે ?
- ભૈશાબ, આ જ સવાલ 1969માં અમેરિકાના લોકોએ કર્યો હતો. હજી એમને પણ ક્યાં જવાબ મળ્યો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment