અફકોર્સ સૌ જાણે છે કે લગ્નમાં કન્યાની વિદાય થતી હોય ત્યારે ‘તૂ હમારી થી, જાન સે પ્યારી થી, તૂઉઉ ઔરોં કી ક્યું હો ગઈ ?’ એવું ના જ ગવાય !
અને કોઈ સદ્ગતની શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે માઇક પરથી ‘જો ચલા ગયા ઉસે ભૂઉઉલ જાઆઆ…!’ એવું પણ ના ગવાય !
છતાં અમુક એવી બારીક સિચ્યુએશનો હોય છે જ્યાં ખાસ ધ્યાન રાખવું કે અમુક ગાયનો ભૂલેચૂકે પણ ના ગવાઈ જાય ! જેમકે…
***
બપોરના સમયે તમે લિફ્ટમાં એકલા છો. ત્યાં નવમા માળેથી એક મરચાં જેવા સ્વભાવના આન્ટી લિફ્ટમાં દાખલ થાય છે. લિફ્ટ નીચે જઈ રહી છે… હવે અહીં ભૂલેચૂકે પણ એવું ના ગવાય કે :
‘એક મૈં ઔર એક તૂ
દોનોં મિલે ઇસ તરાહ
ઔર જો તન-મન મેં
હો રહા હૈ…
યે તો હોના હી થા !’
***
તમે કોઇ મલ્ટિપ્લેક્સમાં ગયા છો. ફિલ્મમાં એકાદ ફાલતુ ગાયન આવતાં તમે ઊભા થઈને બહાર જાવ છો. અહીં ચકાચક ટોઇલેટમાં માત્ર એક સજ્જન શાંતિથી એમનું કામ પતાવી રહ્યા છે…
હવે એની બાજુમાં ઊભા રહીને એવું ના ગવાય કે :
‘યે સાજિશ હૈ બુંદોં કી
કોઈ ખ્વાહિશ હૈ ચૂપ ચૂપ સી…’
***
તમે મહિનાની આખર તારીખોમાં બેન્કમાં જાઓ છો. બપોરના સમય હોવાથી બેન્કમાં સન્નાટો છે. તમારા સિવાય બીજું કોઈ કસ્ટમર જ નથી. આખો સ્ટાફ લગભગ ઝોકાં ખાવાની સ્થિતિમાં છે.
આવા સમયે બેન્કના કેશિયર પાસે જઈને ધીમા અવાજે પણ ના ગણગણતા કે :
‘હમ લૂટને આયે હૈં…
હમ લૂટ કે જાયેંગે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment