આવતીકાલનો અનોખો દિવસ !

આવતીકાલ યાને કે સોમવાર 14મી ઓગસ્ટનો દિવસ કંઈ ગજબનો છે ! શા માટે ? તો જુઓ…

*** 

બિગેસ્ટ 'સિક' ડે
આવતીકાલે સરકારી તેમજ બિન-સરકારી ઓફિસોના લાખો કર્મચારીઓ ઓન-પેપર બિમાર હશે ! કેમ ? કારણકે એમણે ‘સિક-લીવ’ લીધી હશે !

*** 

બિગેસ્ટ 'હક્ક' ડે
આવતીકાલે બહુ મોટો હક્ક દિવસ પણ છે ! કેમકે હજારો લાખો કર્મચારીએ આ દિવસે ‘હક્ક-રજા’ મુકવાનો હક્કનો ઉપયોગ કર્યો છે !

*** 

બિગેસ્ટ 'ફ્રી' ડે
હા ભઈ હા ! અમુક ખાનગી ઓફિસોમાં બે ઉપર ત્રીજી ફ્રી છે ! અને સરકારી ઓફિસોમાં તો ચાર ઉપર પાંચમી ફ્રી છે… રજા !

*** 

બિગેસ્ટ 'કાગડા' ડે
હાસ્તો વળી ! કમ સે કમ આખા દેશની સરકારી ઓફિસોમાં તો કાગડા ઉડતા જોવા મળશે જ !

*** 

બિગેસ્ટ ‘આઝાદી’ ડે
માત્ર આઝાદી ડે નહીં, આખું આઝાદી વીક એન્ડ છે ! પેલા દિલ્હીવાળા કનૈયા કુમારને જઈને કોઈ કહો કે લે, ક્યારનો 'હમેં ચાહિયે આઝાદી… આઝાદી…’ કરતો હતો ને ? આજે લગભગ આખો દેશ કામકાજ કરવામાંથી આઝાદી લઈને બેઠો છે !

*** 

'થેન્ક્યુ પારસી' ડે
જો 16મી ઓગસ્ટે પારસીઓનો તહેવાર પતેતી ના આવતો હોત તો 15મી ઓગસ્ટની રાતે આઝાદ થવાને બદલે ફરી સરકારી ઓફિસોની કેદમાં જવું પડ્યું હોત ને ।

*** 

'થેન્ક્યુ પાકિસ્તાન' ડે !
જુઓ, એટલા બધા દેશભક્ત પણ ના બનો યાર ! પાકિસ્તાનનો આઝાદી દિવસ 14 ઓગસ્ટને સોમવારે ના આવ્યો હોત તો આટલું મસ્ત મિનિ-વેક્શન ક્યાંથી મળ્યું હોત !? બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments