આજે અમે તમને થોડી મહામૂલી સલાહો આપવાના મૂડમાં છીએ ! ધ્યાનથી વાંચજો…
***
ત્રણ કામો ત્રણ સ્થિતિમાં કદી ના કરવાં…
(1) નશામાં હો ત્યારે કોઈને કદી વચન ના આપવું.
(2) અજાણ્યાને તમારો ફોન નંબર ના આપવો. અને…
(3) ઉતાવળમાં હો ત્યારે કદી કોઈને છૂટ્ટા ના આપવા !
***
ત્રણ ટાઇપના ધંધા ત્રણ જગ્યાએ કદી ના કરાય...
(1) ટુંડ્ર પ્રદેશમાં બરફ વેચવાના જવાય.
(2) રણમાં જઈને રેઇનકોટની દુકાન ના ખોલાય. અને…
(3) પહાડો ઉપર જઈને સ્વિમિંગના ક્લાસિસ ના ખોલાય !
***
ત્રણ ટાઇપની વાતો ત્રણ જગ્યાએ કદી ના કરાય...
(1) બેસણામાં જઈને વોટ્સ-એપની જોક્સ ના કહેવાય.
(2) શેરબજારમાં જઈને અધ્યાત્મની વાતો ના કરાય (ખાસ તો મંદી ચાલતી હોય ત્યારે) અને…
(3) પત્નીના પિયરે જઈને પોતાની પાડોશણના વખાણ ન કરાય !
***
ત્રણ એવી આદતો જે મહિલાઓ કદી નહીં છોડી શકે…
(1) ‘હું કેવી લાગું છું?’ એવું સતત વિચાર્યા કરવાની આદત.
(2) જ્યાં અરીસો દેખાય ત્યાં ડોકીયું કરીને પોતાને જોઈ લેવાની આદત. અને
(3) પોતાના કરતાં મોંઘી સાડી / મોંઘો ડ્રેસ / મોંઘો નેકલેસ કે મોંઘી ગાડી હોય એવી સ્ત્રીને જોઈને મોં મચકોડવાની આદત !
***
અને ત્રણ એવા લોકો જેને ત્રણ સ્થિતિમાં કશો ફેર પડતો નથી…
(1) નેતાઓને ધરપકડથી કશો ફેર નહીં પડે.
(2) સરકારી તંત્રોને ટીકાઓથી કશો ફેર નહીં પડે અને…
(3) ‘ભક્તો’ને વાસ્તવિક્તાથી કશો ફેર નહીં પડે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment