28 પક્ષોએ ભેગા થઈને INDIA નામના ગઠબંધનની જાહેરાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે ઇન્ડિયામાં INDIAને કેટલી સીટો મળશે !
જોકે હાલમાં તો INDIAની ફિલ્મી ગીતમાલા ચાલી રહી છે….
***
રાજકીય પંડીતો આ તમાશો જોઈને ગાઈ રહ્યા છે :
‘અભી અભી થી દુશ્મની… અભી હૈ દોસ્તી...?’
***
બીજી બાજુ ઇટાલિયન મૂળનાં સોનિયાજી તો ઠીક, પણ અલગ કાશ્મીરનું સપનું જોનારા ફારુખ અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ ગાવા લાગ્યાં છે :
‘યે મેરા ઇન્ડિયા… આઇ લવ માય ઇન્ડિયા !’
***
આમાં નિતીશકુમાર અને લાલુ યાદવ તથા તૃણુમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ જેવા એકબીજાના કટ્ટર હરીફ પણ ભેગા થયા છે. બન્ને પાર્ટીઓ એકબીજાને કહી રહી છે :
‘દગા નહીં દેના જી, દગા નહીં દેના… જમાના ખરાબ હૈ દગા નહીં દેના !’
***
આ બધાની વચ્ચે નિતીશકુમાર ઊંચા અવાજે સૌને સમજાવી રહ્યા છે “
‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની… નયે દૌર સે લિખેંગે હમ મિલ કર નયી કહાની….!’
***
તૃણુમૂલ કોંગ્રેસ મૂળ તો કોંગ્રેસનો જ ભાગ હતો અને શરદ પવારની એનસીપી પણ પહેલાં કોંગ્રેસમાં જ હતી ! એટલે એ લોકો ગાઈ રહ્યા છે :
‘કબ કે બિછડે હુએ હમ આજ યહાં આ કે મિલે, જૈસે સાવન સે કોઈ કાલી ઘટા જા કે મિલે !’
***
સૌ સાથી પક્ષો રાહુલ ગાંધીને પણ આશ્વાસન આપી રહ્યા છે કે :
‘એક અકેલા થક જાયેગા, મિલ કર બોજ ઉઠાના… સાથી ‘હાથ’ બઢાના !’
***
આ બધામાં ઓડિશા, તેલંગણા અને આંધ્રપ્રદેશની શાસક પાર્ટીઓ NDAમાં પણ નથી ! એમનું ગાણું આ છે :
‘મુઝે તુમ સે કુછ ભી ના ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો…!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment