પાકિસ્તાનથી વાયા દૂબઈ, વાયા નેપાળ, ભારતમાં ચાર બાળકો સાથે આવી પહોંચેલી સીમા હૈદર નામની સ્ત્રીની આટલી બધી જે ચર્ચા ચાલી છે એમાં બહુ લોચા છે, બોસ ! જુઓ…
***
આખી વાતમાં સૌથી પહેલો વાંક ઇમરાન ખાનનો છે !
જનાબ, એ માણસે ઇન્ડીયાનાં આટલાં બધાં વખાણ ના કર્યા હોત તો આ નોબત જ ના આવી હોત ને !
***
કહે છે કે સીમા હૈદર પોતાના ચાર સંતાનોને પણ અહીં લાવી છે.
અગેઈન, આમાં મેઇન કારણ એ જ છે કે ઇન્ડિયામાં લોટ સસ્તો મળે છે ને એના માટે લૂંટમલૂંટ નથી કરવી પડતી.
***
કહે છે કે સીમા પાકિસ્તાનમાં બેઠી બેઠી ઇન્ડિયાના સચિન જોડે પબજી રમતી હતી.
- તો હવે શું રમશે ? ઘરગત્તા ? સંતાકુકડી ? કે પછી… નદી કિનારે ટામેટું… ટામેટું…
***
ઇન્ડિયાની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે સીમાની ત્રાસવાદ કાનૂન હેઠળ ધરપકડ કરી છે.
- અરે સાહેબો, ધરપકડ તો પેલા ન્યુઝ ચેનલવાળાઓની કરવાની જરૂર હતી ! કંઇ ઓછો ત્રાસ ફેલાવ્યો છે, આખા મામલે ?
***
કહે છે કે સીમા હૈદર ભારતમાં જાસૂસી કરવા આવી છે.
- કંકોડા જાસૂસી કરશે ? એને જરીક ફ્રી તો પડવા દો ?
***
આ બાજુ સચિન તો કંઈ બોલતો જ નથી.
- ક્યાંથી બોલે ? એને રેશનકાર્ડ વિના પાંચ જણાનાં એકસ્ટ્રા પેટ પાલવાની જફા પહેલાં સોલ્વ કરવી પડશે !
***
પેલી બાજુ પાકિસ્તાન શું પગલાં લેશે ?
- પબજી ગેઇમને ફ્રી કરી દેશે ! પબજી રમનારાને ફ્રીમાં પાસપોર્ટ, વિઝા મળી જશે ! જેટલાં પાકિસ્તાનીનાં પેટ પાલવાનાં ઓછાં થાય એટલી જફા ઓછી !
***
કહે છે કે પાકિસ્તાનીઓએ સીમાના ગામમાં હિન્દુ મંદિર ઉપર રોકેટ વડે હૂમલો કર્યો.
- ક્યાંનો ગુસ્સો ક્યાં કાઢો છો ? અસલમાં હૂમલો તો પબજીની ઓફિસ પર કરવો જોઈએ ને ? આઈક્યુના પ્રોબ્લેમો છે, બોસ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment