ડોક્ટર પણ ત્રણ ટાઇમની દવા લખી આપે છે : સવાર, બપોર અને સાંજ… કેમકે માણસની જિંદગીના પણ ત્રણ જ તબક્કા હોય છે : બાળપણ, જવાની અને ઘડપણ !
એટલે જ આજે ત્રણના ગુણાંકમાં તમને ટ્રિપલ જ્ઞાન આપી રહ્યા છીએ ! સેવ કરીને રાખજો…
***
ત્રણ વસ્તુઓનું કદી અભિમાન ન કરવું...
- મેકપથી સુંદર બનેલો ચહેરો.
- તેજીથી દળદાર બનેલો પોર્ટફોલિયો
- અને કોપી-પેસ્ટ કરેલી પોસ્ટ ઉપર મળેલી લાઇક્સ !
***
ત્રણ લોકોની વાતો ઉપર વિશ્ર્વાસ ન કરવો…
- વોટ માગવા આવતો નેતા
- ફેસબુકમાં આવતી ફ્રેન્ડ
- અને સાબુની એડમાં આવતી હિરોઈન !
***
ત્રણ લોકોથી હંમેશાં દૂર રહેવું…
- રોડ ઉપરનો ટ્રાફિક પોલીસ
- લગ્ન પહેલાંની પ્રેમિકા
- અને રૂપિયા પાછા માગનારો લેણદાર !
***
ત્રણની અડફેટમાં ક્યારેય ના આવવું…
- રસ્તે દોડી રહેલી ગાય
- ઇન્કમટેક્સ, ED અને CBI
- અને કામવાળી ઉપર ચીડાઈ ગયેલી પત્ની !
***
ત્રણ વસ્તુઓ પાછી વળતી નથી…
- 35 પછી ગયેલી જુવાની
- ટાઇમસર ઉપડી ગયેલી ટ્રેન
- અને બહાર આવી ગયેલી ફાંદ
***
ત્રણ વસ્તુઓ હંમેશાં છૂપાવીને રાખવી…
- ઉંમર
- આવક
- અને લફરું !
***
ત્રણને કદી સુધારી શકાતાં નથી…
- બગડેલું દૂધ
- આઈટી રિટર્નમાં ભૂલ
- અને પત્નીનો સ્વભાવ !
***
અને આ ત્રણ વસ્તુ જીવનમાં સમયસર આવે તો જ કામની હોય છે…
- સવારનું છાપું
- નળનું પાણી
- અને જુવાનીમાં પૈસો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment