અમુક સમાચારો છાપાંમાં વાંચો તો સિમ્પલ લાગતા હોય છે પરંતુ અમુક હિન્દી ન્યુઝ ચેનલો એમાં જે શબ્દોના મસાલા ભભરાવીને કોમેન્ટના વઘાર કરે છે તે માણવા જેવા હોય છે ! સાંભળો નમૂના…
***
સમાચાર
એલન મસ્કના ‘ટ્વિટર’ સામે ઝુકરબર્ગે ‘થ્રેડ’ લોન્ચ કર્યું. જોરદાર સ્પર્ધાની શરૂઆત.
વઘારેલા ટીવી ન્યુઝ
એલન મસ્ક કી ‘ચિડીયા’ કે સામને આ ચૂકા હૈ ઝુકરબર્ગ કા ‘ધાગા’… દેખના યે હૈ કિ ચિડીયા કી ચોંચ ધાગે કો કાટ દેગી ? યા ધાગે કા જાલ ચિડીયા કે પંખ મેં ફંસ જાયેગા ? ક્યા એલન મસ્ક કી 44 બિલિયન ડોલર્સ કી મહંગી ચિડિયા કે ગલે મેં ઝુકરબર્ગ કા ઘરેલુ બુનાઇવાલા ધાગા ફંસેગા ? યા કટેગા ?
***
સમાચાર
મેક-ડોનાલ્ડના વેજ. બર્ગરમાંથી ટામેટાંની બાદબાકી થઈ. મોંઘવારીની અસર દેખાઈ.
વઘારેલા ટીવી ન્યુઝ
પુરી દુનિયા મેં ફૈલી હુઈ 216 બિલિયન ડોલર્સ કી નેટ-વર્થ વાલી મેક-ડોનાલ્ડ’ઝ પર ભારી પડ ગયે ભારત કે લાલ ટમાટર ! જી હાં ! ટમાટર કે દામોં મેં આગ લગતે હી લાલ રંગ ઉડ ગયા હૈ મેકડોનાલ્ડ’ઝ કે બર્ગર સે ! યે મલ્ટિ બિલિયોનેર કંપની 118 રૂપયે કે બર્ગર મેં જો ટમાટર કે સિર્ફ તીન ટુકડે ડાલકર હમેં દેતી થી, ઉસ એક તિહાઈ ટમાટર ને મેકડોનાલ્ડ’ઝ કો ઝકઝોર કે રખ દિયા હૈ ! વાહ રે ટમાટર વાહ !
***
સમાચાર
શરદ પવાર અને અજીત પવાર બન્નેનો દાવો છે કે NCP એમની છે.
વઘારેલા ટીવી ન્યુઝ
ઘર કી લડાઈ અબ ગાંવ મેં આઈ હૈ… ચાચા કા ઘર ભતીજા ને છોડા ? યા ભતીજે ને ચાચુ કો ઘર સે બાહર કિયા ? અસલી પાવર રહેગા કિસ પવાર કે પાસ ? કબ તક પ્રિય રહેગી સુપ્રિયા ? કબ તક અજીત રહેંગે અજીત ? દેખતે રહેં… રોજ એક નયા સનસનીખેજ એપિસોડ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment