બે ન્યુઝ, ચાર લીડર !

ધારો કે દુનિયાના મોટા મોટા નેતાઓને ખબર પડે કે (1) ભગવાન ખરેખર છે. અને (2) દુનિયા થોડા જ સમયમાં ખતમ થઈ જવાની છે…
તો એ નેતાઓ ટીવી ઉપર શી રીતે આ ન્યુઝને બ્રેક કરશે ? જુઓ નમૂના…

*** 

જો બાઈડન (અમેરિકા)
માય ડિયર ફેલો અમેરિકન્સ, મારી પાસે એક ગુડ ન્યુઝ છે અને એક બેડ ન્યુઝ છે. ગુડ ન્યુઝ એ છે કે ગોડ ખરેખર છે. અને બેડ ન્યુઝ એ છે કે દુનિયાને ખતમ કરવા માટે રશિયા, ચીન, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન ગમે એટલી કોશિશ કરી લે, દુનિયા તો એની મેળે જ ખતમ થવાની છે.

*** 

જિન પિંગ શી (ચીન)
માય દિયર ચાઇનિસ પિપુલ ! આઈ હેવ વન બેદ ન્યુઝ એન્દ વન વેરી બેદ ન્યુઝ…
બેદ ન્યુઝ એ છે કે આપણે લોકો ખોટા હતા. ભગવાન તો છે !
વેરી બેદ ન્યુઝ એ છે કે આ દુનિયા હવે ખતમ થવાની છે અને એને ભગવાન પણ નહીં બચાવી શકે !

*** 

શહેબાઝ શરીફ (પાકિસ્તાન)
મેરે પ્યારે પાકિસ્તાનીયોં, મેરે પાસ એક અચ્છી ખબર હૈ ઔર એક બૂરી ખબર હૈ…
અચ્છી ખબર યે હૈ કિ અબ તો ફોરેન કે સાયન્ટિસ્ટ ભી માનતે હૈં કિ અલ્લાહ સચમુચ મેં હૈ…
ઔર બૂરી ખબર યે હૈ કિ હમ હમારે ઇતને સારે પરમાણુ બોમ્બ કિસ કો બેચેંગે ? ક્યું કિ દુનિયા તો વૈસે હી ખતમ હોનેવાલી હૈ !

*** 

હિબાતુલ્લા અખુંદઝાદા (અફઘાનિસ્તાન)
ખામોશ ! ટીવી કે સામને જો ઔરતેં બેઠી હૈં વો કમરે સે બાહર ચલી જાયેં, ઔર મર્દ લોગ મેરી બાત ધ્યાન સે સુનેં…
ખબર યે હૈ કિ પાકિસ્તાન કો હમ સે પહલે પતા ચલ ગયા હૈ કિ અલ્લાહ હૈ… ક્યું કે વો લોગ હમ સે અચ્છી અંગરેજી જાનતે હૈં…
ઔર દૂસરી ખબર યે હૈ કિ ઇસ સે પહલે કિ દુનિયા અપને આપ ખતમ હો જાયે… હમ ઐલાન કર દેંગે કિ દુનિયા કો હમીં ને ખતમ કીયા હૈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments