ભલભલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આપણી ભાષાને પ્રદૂષિત થતી બચાવી શકે તેમ નથી ! કેમ કે પ્રદૂષણો આપણે જાતે જ ઘૂસાડીએ છીએ ! જુઓ…
***
ઇન્ટેલેકચ્યુઅલ પ્રદૂષણ
(આ 35 વરસની ઉંમરે શરૂ થાય છે.)
એઝ એ ન્યુટ્રલ સિટિઝન હું પ્રો- સેક્યુલર હોઉં કે એન્ટી-મોદી, મારા થોટ પ્રોસેસને પોલિટિકલ કરેક્ટનેસના વ્યુ-પોઈન્ટથી જ ઈવેલ્યુએટ કરવામાં આવે છે કેમકે આજકાલ નેરેટિવ્સ અને કાઉન્ટર નેરેટિવ્સ એવાં ક્રિએટ થઈ રહ્યાં છે કે તમે સોસિયો-પોલિટીકલ પોલરાઈઝેશનથી બચી શકતા નથી.
(સ્કોર : 42 શબ્દોમાંથી 22 શબ્દો અંગ્રેજી)
***
ટેકનિકલ પ્રદૂષણ
(આ 22 વરસની ઉંમરથી શરૂ થાય છે.)
લિસન, આપણે રિ-એસ્ટિમેન્ટનાં ફિગર્સ રિ-કન્સીડર કરીને નેકસ્ટ પીપીટી પ્રેઝેન્ટેશન ક્વિક્લી સબમિટ કરવું પડશે કેમકે ડેડલાઈન રિ-એકસ્ટેન્ડે થવાની પોસિબિલિટીઝ રિજેક્ટ થઈ ગઈ છે.
(સ્કોર : 22 શબ્દોમાંથી 13 શબ્દો અંગ્રેજી)
***
હિન્દી ન્યુઝ પ્રદૂષણ
(આ 18 વરસની ઉંમરથી શરૂ થાય છે.)
વિરોધી-દલ ઉપર સટિક નિશાનો સાધતાં દબંગ નેતાએ કર્યું પલટવાર… જેનું રાઝ ખુલતાં મચી ખલબલી.. થયો હંગામો… શુરુ થયો અફરાતફરીનો સિલસિલો…
(સ્કોર : કુલ શબ્દો 21 હિન્દી શબ્દો 12)
***
હિન્દી સિરિયલ પ્રદૂષણ
(આ 8-10 વરસની ઉંમરથી શરૂ થાય છે.)
એના ફૂફાના બહનોઈની મંગેતર ગહરી ચાલ ચલીને બુઢા ચાચુની મિલકતનો બટવારો કરાવવા માટે ખાનદાની હવેલીના કાગઝાત ચૂરાવવાનું સાઝિશ રચે છે. મગર એન્ડમાં અંજામ બૂરો આવે છે.
(સ્કોર : કુલ શબ્દો 26, હિન્દી શબ્દો 17)
***
મમ્મી ઇંગ્લીશ પ્રદૂષણ
(આ 3-4 વરસની ઉંમરથી શરૂ થાય છે.)
ચલો, ક્વિક્લી ક્વિક્લી મિલ્ક ડ્રીંક કરી લો, બ્રેકફાસ્ટ ફીનીશ કરો, બુક્સ ઓપન કરો, આન્સર્સ બાય-હાર્ટ કરો નહિતર મમ્મી એન્ગ્રી થઈ જશે !
(સ્કોર : કુલ શબ્દો 22 અંગ્રેજી શબ્દો 13)
- અને તમે એમ માનતા હતા કે આ બધું માત્ર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલોને લીધે થયું છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment