કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઈલના આવ્યા પછી ભલભલા શબ્દોના મિનિંગ જ બદલાઈ રહ્યા છે ! થોડી કવિતાની ભાષામાં કહીએ તો..
***
એક જમાનો, એવો હતો
જ્યારે ‘વિન્ડો’ શેરીમાં
ખુલતી હતી…
‘એપ્લિકેશન’ લખાતી હતી
જે કાગળ ઉપર હતી…
***
‘ફાઈલ’ ઓફિસોમાં હતી
જે ‘મૂવ’ નહોતી થતી…
અરે, ‘વેબ’ કરોળિયાનાં પણ
‘માઈક્રો-સોફ્ટ’ રહેતાં હતાં !
***
અને ‘કરપ્ટ’ તો નેતા હતા
(આજે પણ છે)
‘કરપ્ટ’ તો નેતા હતા
‘પ્રોટેક્શન’ ગુંડા આપતા હતા
‘વાયરસ’ જેનાથી ફેલાયો
એ ‘માઉસ’…
બધાં ગટરમાં હતા !
***
‘એપલ’ અને ‘બ્લેકબેરી’
ઝાડ ઉપર જ ઉગતાં હતાં
‘ગુગલ’ એક દવા હતી
જે વૈદ્યરાજ દેતા હતા !
***
‘નેટ’ વડે, પકડાતી માછલી
‘ટાવર’ ઘડિયાળનાં હતા
‘મેમરી’ રહેતી દિમાગમાં
ને ‘સિગ્નલ’ ?
ચાર રસ્તે જ હતા !
***
‘પિક’ ટૂથ માટે હતા
ને ‘રીલ’ સિનેમાનાં હતાં
લવ પહેલાનું સ્ટેજ ‘લાઈક’ હતું
ને ‘શેર’ મુશાયરામાં જ હતા !
***
‘શાદી.ડોટ’ એવી કોઈ
‘કોમ’ નહોતી, અને
‘ગેમ’ મેદાનોમાં જ રમાતી
‘શોપિંગ’ માટે થેલા
ને ‘પેમેન્ટ’ માટે રોકડા હતા !
***
‘કી-બોર્ડ’ પિયાનોમાં…
‘પાસવર્ડ’ સ્મગલિંગમાં…
‘રિ-ચાર્જ’ થતા હતા કુવા
અને ‘બેલેન્સ’ દેખાતું સરકસમાં…
***
‘પોસ્ટ’ લઈને તો
ટપાલી જ આવતા !
અને ‘ટેલિગ્રામ’ ?
મોતની ખબર લાવતા !
બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment