જે રીતે મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની ખુરશી ગઈ, જે રીતે એકનાથ શિંદેને ખુરશી મેળવતાં નાકે દમ આવી ગયો અને જે રીતે દેવેન્દ્ર ફડણવીસના નાક નીચેથી CMની ખુરશી સરકી ગઈ…
- એ જોતાં ત્રણેય મહાનુભાવો માનશે કે સત્તા અને પ્રેમિકા, બન્ને લગભગ સરખાં જ છે ! જુઓ…
***
બન્ને બહુ ખરચો કરાવે છે… રાઈટ ?
***
બન્ને બહુ જ ભાવ ખાય છે… રાઈટ ?
***
મળતાં પહેલાં બન્ને બહુ જ તડપાવે છે અને જાય ત્યારે દિલ તોડી નાંખે છે !
***
બન્નેને મેળવવા માટે જરૂર પડ્યે ડફોળને ડાહ્યા, મૂરખને શાણા અને ગધેડાને પણ બાપ કહેવા પડે છે !
***
બન્ને જ્યારે જીવનમાં આવે ત્યારે ચહેરાની આખી રોનક ફરી જાય છે…
***
પણ બન્નેનો કોઈ ભરોસો નહીં ! ગમે ત્યારે કોઈ બીજો ખેંચી જાય !
***
બન્ને સ્વભાવે ચંચળ છે. ક્યાંક એક ઠેકાણે વધુ સમય ટકતી નથી !
***
આપણી પાસે હોય ત્યારે બીજો કોઈ લંગસિયું નાખે એ સ્હેજપણ સહન ના થાય !
***
અરે, એક વાર એ જીવનમાં પ્રવેશે એટલે પોતાનાં સૌ પરાયાં થઈ જાય અને અજાણ્યાં સૌ અચાનક વ્હાલાં લાગવા લાગે છે ! (ઉધ્ધવ ઠાકરેને પૂછી જોજો.)
***
બસ, ફરક એક જ છે…
સત્તાને ટકાવી રાખવી હોય તો એને બીજાઓ સાથે વહેંચવી પડે…
- પ્રેમિકામાં એવું ના થાય, બોસ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment