પહેલાં.. અને આજે!

પહેલાના જમાનામાં અને આજના જમાનામાં આમ જોવા જાવ તો કંઈ ખાસ ફરક રહ્યો નથી. ફક્ત થોડીક જ અદલા બદલી થઈ ગઈ છે ! જુઓ…

*** 

પહેલાં….
ફાટેલાં કપડાં તો ભિખારીઓ પણ નહોતા લઈ જતા…
આજે
ફાટેલાં કપડાં એસી શો-રૂમમાં દસ દસ હજાર રૂપિયામાં વેચાય છે !

*** 

પહેલાં…
છોકરાંઓ મા-બાપને પગે લાગતા હતા.
આજે
મા-બાપ છોકરાઓને કહે છે ‘તને પગે લાગું ભૈશાબ, એ મોબાઈલ બાજુમાં મુક !’

*** 

પહેલાં…
યુવાનો છાતીના વાળ દેખાડવા શર્ટના બટન ખુલ્લા રાખતા અને શર્ટ કાબરચીતરાં પહેરતા હતા.
આજે
છાતીના વાળ છોલી નંખાવે છે અને ત્યાં કાબરચીતરાં રંગનાં ટેટૂં કરાવે છે !

*** 

પહેલાં…
નવરાં બેઠેલા લોકો કોણ ક્યાં જાય છે. કોને મળે છે. શું કરે છે એ બધી નજર રાખવા માટે બાંકડે બેસી રહેતા અને આખો દહાડો પારકી પંચાત કરતા હતા.
આજે
કોણ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે એ જોવા માટે CCTV કેમેરા રાખ્યા છે અને પંચાત કરવા માટે મોબાઈલ રાખ્યા છે !

*** 

પહેલાં…
મમ્મીઓ પોતાના દિકરાને વ્હાલ કરતી વખતે ‘મેરા મુન્ના, મેરા સોનુ, મેરા જાનુ…’ એવું કહેતી હતી.
આજે
ગર્લફ્રેન્ડો અને બોયફ્રેન્ડો એકબીજાને વ્હાલ કરવા માટે ‘મેરા મુન્ના, મેરા શોનુ, મેરા જાનુ…’ એવું કહે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments