સંસદ ભવનનો ચોકીદાર !

અરે, હેડિંગમાં ‘ચોકીદાર’ શબ્દ વાંચીને ચોંકી ના જશો ! અહીં બિચારા સીધા સાદા ચોકીદારની જ વાત છે !

જુઓ, સંસદમાં ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. હંગામો, ધમાલ, સુત્રોચ્ચાર વગેરે તો થઈ પણ ગયા ! હજી અફરા-તફરી અને ટીંગા-ટોળીનાં દ્રશ્યો બાકી છે !

અહીં બારે મહિના ચોકી કરતો એક ચોકીદાર સંસદ ભવન વિશે શું કહે છે ? સાંભળો !

*** 

ઉ… શાબજી ! યે બોડા-બોડા લોગ શાલ મેં દો-તીન બારી ઈધર આતા જી ! મગર એઈ લોગ બોત શોર મોચાતા જી !
ઉઉઉઉ… ઉન લોગોં કો અંદર શોર મોચાના કો મોનાં કોરતા હૈ તો બહાર આ કે શોર મોચાતા જી !

*** 

મગર શાબજી… એઈ બોડા-બોડા લોગ જબ ઈધોર નંઈ હોતા તોબ ઈધર પુરા સંસદ મેં ભોત શાંતિ હોતા જી !
તોબ તો હોમ અંદર જા કે આરામ સે સો જાતા જી !

મગર આપ કો માલુમ ? અંદર મેં કુછ કુછ બેન્ચ મેં બોહોત જાદૂ હેઈ ! ઉસ બેન્ચ પે બૈઠને સે ફૌરન નીંદ આ જાતા જી !
ઓઉર… શાબજી, કુછ કુછ બેન્ચ મેં ઐઈસા જાદૂ હેઈ કિ ઉસ પર બૈઠને સે જોર જોર સે ચિલ્લા ચિલ્લી કરને કો દિલ કોરતા જી !

ઉ… શાબજી ! ઈધર જો છોટા છોટા માઈક લગા હૈ ના ? ઉસ મેં ભી જાદૂ હેઈ ! કુછ માઇક પકડો તો જોર સે તોડ કર મારને કો દિલ કોરતા જી !

*** 

ઉ… શાબજી હમ ને સુના, ઐસા નયા બિલ્ડીંગ બન રહા હેઈ ? ઔર સુના કિ ઉસ કા જો બેન્ચ રહેગા ઉસ મેં પહલે સે ઐસા જાદૂ રહેગા કિ કોઈ કિછુ બોલ હી નહીં શોકેગા ! એઈ સચ બાત હેઈ ક્યા ?

***

- મન્નુ શેખચલ્લી

Comments