'થોર'ની ગુજરાતી જોક્સ !

આજકાલ ‘થોર’ નામની એક અંગ્રેજી ફિલ્મ ચાલી રહી છે. બધા ટીન-એજર્સ અને યંગસ્ટર્સ ખાસ જોવા જાય છે. જોકે મારા તમારા જેવા સિનિયર સિટીઝન્સને એમાં ખાસ ટપ્પી પડતી નથી. છતાં અમારી ખોપડીમાં એની ગુજરાતીમાં જોક્સ બની જાય છે ! જુઓ…

*** 

થોરની સૌથી ફેવરિટ હિન્દી ફિલ્મ કઈ છે ?
- રાઉડી રા-થોર !

*** 

થોરને જે દિવસે શાક ના મળે તે દિવસે તે શું ખાય છે ?
- ક-થોર

*** 

થોર નામના આ વિલન પાસે જે વીજળીની તાકાત છે એ ક્યાંથી આવે છે ?
- થોર-મલ પાવર સ્ટેશનથી !

*** 

થોર બિચારો શિયાળામાં શું કરે છે ?
- થોર થોર કાંપે છે !

*** 

થોર રાજસ્થાનમાં કયા રણમાં ગયા પછી મરાઠી બની ગયો ?
- થોર-પાર-કર !

*** 

થોર એક ગુજરાતી પારસીબાવા પાસેથી શું શીખ્યો ?
- થોરામાં ઘનું !

*** 

થોર જ્યારે રોમેન્ટિક મુડમાં હોય છે ત્યારે શું થાય છે ?
- થોરા પ્યાર થોરા મેજિક !

*** 

અચ્છા, થોરની દાઢી ઉપર શું ઊગે છે ?
- સિમ્પલ યાર, કાંટા !

*** 

થોરનું મૂળ અંગ્રેજી નામ શું છે ?
- કેકટસ ! એટલી યે ખબર નથી ?

*** 

થોર કદી ઉજ્જડ ગામમાં કેમ નથી જતો ?
- કેમ કે ઉજ્જડ ગામમાં ‘એરંડો’ પ્રધાન !

*** 

થોર કરતાં વધારે જબરું કોણ છે ?
- પાંચમા ધોરણનો સવાલ છે. થોર કરતાં તો ‘બાવળ’ જ વધારે પાવરફૂલ હોય ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments