જુદા જુદા કોલેજિયનો !

હવે તો કોલેજો પુરજોશમાં ખુલી ગઈ છે. ઓનલાઈનને બદલે ઓફ-લાઈન હોવાના કારણે કોલેજોમાં ફેશન-ફેસ્ટિવલ જેવું વાતાવરણ છે. જોકે આખા ઇન્ડિયામાં કોલેજિયનોની અલગ અલગ પહેચાન છે ! જુઓ…

*** 

જો કોલેજિયનની બેગમાં ઘણી બધી નકામી બુક્સ હોય તો…
એ કેરળનો કોલેજિયન હશે.
*** 

જો કોલેજિયન હાથમાં જ બે ચાર નોટો લઈને રખડતો દેખાય તો…
એ દિલ્હીનો કોલેજિયન હશે.

*** 

જો એક જ નોટ હોય અને એ પણ વાળીને જીન્સના પાછલા ખિસ્સામાં ખોસેલી હોય તો..
એ મુંબઈનો કોલેજિયન હશે !

*** 

જો નોટબુક્સ કે પુસ્તકોની જગ્યાએ લેપ-ટોપ અને આઈ-ફોન જ હોય…
તો એ બેંગલુરુનો કોલેજિયન હશે !

*** 

જો નોટ, બુક્સ, લેપ-ટોપ એવી બધી ચીજોને બદલે એની પાસે તમંચો, ચેઈન, ચાકુ કે હોકી હોય…
તો એ બિહાર યુનિવર્સિટીનો કોલેજિયન હશે !

*** 

જો એક હાથમાં સિગારેટનું પેકેટ, બીજા હાથમાં લાલ ઝંડો, બગલથેલામાં કાર્લ-માર્ક્સનું પુસ્તક અને ઝભ્ભાનાં ખિસ્સા સાવ ખાલી હોય…
તો એ દિલ્હીની જેએનયુનો કોલેજિયન હશે !

*** 

અને જો એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં તમાકુનો માવો, એક ખિસ્સામાં બાઈકની ચાવી, બીજા ખિસ્સામાં બે-ત્રણ ક્રેડિટ કાર્ડ અને બેગમાં થેપલાં અને ખાખરાનો નાસ્તો હોય તો…
- તમે સમજી ગયા ! એ ગુજરાતનો કોલેજિયન હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments