અહીં ફિલ્મી કવિને...

અમુક ફિલ્મી ગાયનોનાં મુખડાં એવાં હોય છે કે એમાં કવિ કોઈ જુદી જ સિચ્યુએશનમાં હોય એવા વિચારો આવી જાય છે ! જેમકે…

*** 

અકેલે હૈં… ચલે આઓ… કહાં હો ?’
- અહીં કવિની પત્ની પિયર ગઈ છે. કવિ ઘરમાં એકલા છે અને મિત્રોને ફોન કરી રહ્યા છે કે બોસ, બાટલી અને મન્ચિંગ લઈને આવી જાવ !

***
 
ચિરાગ દિલ કા જલાઓ… બહોત અંધેરા હૈ… કહીં સે લૌટ કે આઓ… બહોત અંધેરા હૈ…’
- અહીં લાઈટ બિલ ન ભરવાથી કવિના ઘરની લાઈટ કપાઈ ગઈ છે ! છતાં કવિ લાઈટને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ, પાછી આવતી રહે !

*** 

રુક જા, ઓ જાનેવાલી રુક જા, મૈં તો રાહી તેરી મંઝિલ કા…’
- અહીં કવિ છ પેસેન્જર ભરીને જઈ રહેલી શટલ રીક્ષાને રોકવાની કોશિશ કરી રહ્યા છે ! કેમકે સાતમા પેસેન્જર તરીકે પા સીટ ઉપર લટકીને જવાથી રીક્ષાવાળો ભાડું ઓછું લે છે !

*** 

આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે, બોલો દેખા હૈ કભી તુમ ને મુઝે ઉડતે હુએ…’
- અહીં કવિની ઉધારી વધી ગઈ છે અને ઉઘરાણી કરવા આવેલા ગુંડાઓએ કવિને ત્રીજા માળની બાલ્કનીમાંથી ઊંધા લટકાવી રાખ્યા છે !

*** 

મેરા જુતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…’
- અહીં કવિ એટલા કડકા થઈ ગયા છે કે ગુજરી બજારમાં મળતા સેકન્ડ હેન્ડ સસ્તાં, મિસ-મેચિંગ કપડાં પહેરવાનો વારો આવી ગયો છે !

*** 

આજ મૌસમ બડા બેઈમાન હૈ, આનેવાલા કોઈ તૂફાન હૈ…’
- લાગે છે કે કવિની પત્ની પિયરથી પાછી આવી રહી છે ! સાવધાન !

***

- મન્નુ શેખચલ્લી

Comments