બારમા પછીની ગીતમાલા !

બારમાનાં રિઝલ્ટો આવી ગયાં છે અને હવે મા-બાપો વિચારી રહ્યાં છે કે બાબા બેબીને કઈ લાઈનમાં નાંખવા ? બીજી બાજુ બાબલા બેબલીઓ પણ હરખમાં છે કે ‘કોલેજ-લાઈફ’ માણવા મળશે !

પછી શું શું થશે ? આખી કહાણી સાંભળો ફિલ્મી ગીતમાલામાં…

*** 

બારમું પાસ થતાંની સાથે છોકરીઓ
‘મૈં ચલી મૈં ચલી, દેખો પ્યાર કી ગલી, મુઝે રોકે ના કોઈ, મૈં ચલી મૈં ચલી…’

બારમું પાસ કરીને છોકરાઓ
‘ઇધર ચલા મૈં, ઉધર ચલા, જાને કહાં મૈં કિધર ચલા…’

રિઝલ્ટ જોઈને ખુશ થતાં મા-બાપો
‘પાપા કહતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા…’

એડમિશન લીધા પછી બાબા-બેબીઓ
‘કૈસી હૈ યે રુત કે જિસ મેં, ફૂલ બન કે દિલ ખિલે… ઘુલ રહે હૈં રંગ સારે, ઘુલ રહી હૈં ખુશબુએં… ચાંદની, ઝરને, ઘટાએં ગીત, બારીશ, તિતલિયાં… હમ પે હો ગયે હૈં સબ મહેરબાં…’

*** 

પછી ભણવાનો લોડ આવે ત્યારે
‘યે કહાં આ ગયે હમ ? યૂં હી સાથ ચલતે ચલતે ?’

સિલેબસમાં કંઈ સમજાય નહીં ત્યારે
‘લાખોં તારે... આસમાનમેં... એક મગર ઢૂંઢે ન મિલા …’

એકઝામ આવે ત્યારે (સુપરવાઈઝરને)
‘મેરા ચૈન વૈન સબ ઉજડા, જાલિમ નજર હટા લે, બરબાદ હો રહે હૈં જી, અપને હી શહરવાલે…’

રિઝલ્ટ આવવાનું હોય ત્યારે
‘ધક ધક કરને લગા, મોરા જીયરા જલને લગા…’

કેમ્પસ પ્લેસમેન્ટ વખતે
‘મૈં ઐસા ક્યું હું ? મૈં ઐસા ક્યું હું ?’

નોકરી શોધવા નીકળે ત્યારે
‘ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા… તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા…’

છેવટે ફાલતુ નોકરી મળે ત્યારે
‘મુઝે તુમ સે કુછ ભી ન ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો…’

આખરે શિક્ષણનો અર્થ સમજાય છે કે…
‘નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા..’

***

- મન્નુ શેખચલ્લી

Comments