ફ્રાન્સમાં અમુક વૈજ્ઞાનિકોએ ચિમ્પાન્ઝી વાંદરાને એવી ટ્રેનીંગ આપી કે તે ટેનિસ ગેમમાં અંપાયર તરીકે ફરજ બજાવી શકે છે ! બોલો.
સાલું, આ હિસાબે જો ભારતમાં ચાલુ થનારી IPL મેચોમાં અલગ અલગ પ્રાણીઓને અંપાયર બનવાની ટ્રેનીંગ આપી હોય તો ?...
***
દાખલા તરીકે, શું હાથીઓને અંપાયર ના બનાવી શકાય ?
- જરૂર બનાવી શકાય. પ્રોબ્લેમ ફક્ત એટલો જ થાય કે ‘સ્ટ્રેટ ડ્રાઈવ’ અને ‘સ્કવેર લેગ’ તરફની બાઉન્ડ્રીઓ મારવામાં આ અંપાયરો જ નડે !
***
અચ્છા, પોપટને અંપાયર બનાવ્યા હોય તો ?
- બધું રીપીટ કરશે ! ફિલ્ડરો અપીલ કરે કે ‘હાઉઝ ધેટ ??’ તો પોપટ ચાળા પાડશે : ‘આઉચ…ટેટ ! આઉચ ટેટ !!’
***
તો પછી ઘુવડને અંપાયર બનાવવામાં શું વાંધો છે ?
- ખાસ કંઈ નહીં, પણ ડે-નાઈટ મેચ હોય ત્યારે દિવસ દરમ્યાન અંપાયરો ‘ઊંઘતા’ ઝડપાશે !
***
તો પછી કાચબાઓ અંપાયર તરીકે કેવા ?
- બેસ્ટ ! કેમકે કાચબાઓ શાંત હોય, ગંભીર હોય, તટસ્થ હોય… બધું બરોબર. પણ બસ, એક જ પ્રોબ્લેમ થાય… ઓવર પૂરી થાય પછી પિચના છેડા બદલવામાં અડધો-અડધો કલાક લગાડી દેશે !
***
ભેંસોને અંપાયર બનાવી શકાય ?
- બનાવી તો જુઓ ! પછી મેદાનમાં ઘાસ નહીં બચે !
***
એ હિસાબે બકરીઓ ?
- હરગિઝ નહીં ! બેટ્સમેન ચોગ્ગો મારે તો પણ બકરી કહેશે ‘બે… બે…’
***
અને કૂતરા ?
- નોટ બેડ. બસ, સ્ટંપ ભીના કરશે, એટલું જ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment