જે રીતે આપણે પાડોશીઓ સાથે વાટકી વ્યવહાર કરીએ છીએ એ જ રીતે ઇન્ટરનેશનલ લેવલે પણ કંઈક એવું જ ચાલી રહ્યું છે ! જુઓ….
***
ભારતના કિસાન આંદોલનના પૈસા કેનેડાથી આવતા હતા…
કેનેડાના ટ્રક ડ્રાયવર આંદોલનના પૈસા અમેરિકાથી આવતા હતા…
અમેરિકામાં ટ્રમ્પને જીતાડવા માટે રશિયા મદદ કરતું હતું…
રશિયાને યુક્રેનમાં ઘૂસતું અટકાવવા માટે નાટોના દેશો આવી ગયા છે...
નાટો દેશોમાં જાસૂસી કરવા માટે ઈઝરાયેલ મોબાઈલમાં સ્પાયવેર ઘૂસાડીને વેચતું હતું…
ઇઝરાયલને દબાવવા માટે આરબ દેશો પેલેસ્ટાઇનને મદદ કરે છે…
આરબ દેશો પાસે પેટ્રોલ-ડિઝલની મોનોપોલી ના આવી જાય એ માટે ઇરાન ધમપછાડા કરે છે…
ઇરાન ન્યુક્લિયર વેપન ના બનાવી નાંખે એ માટે અમેરિકા ત્યાં ડ્રોન હૂમલા કરે છે…
અમેરિકા દુનિયાનું સુપરપાવર નેશન ના બની જાય એ માટે અમેરિકાના જ પૈસે વૂહાનમાં કોરોના વાયરસ ડેવલપ કરીને ચીને આખી દુનિયામાં ફેલાવ્યો…
ચીન હોંગકોંગમાં પગદંડો ના જમાવી બેસે એ માટે ત્યાં લોકશાહીને સપોર્ટ કરવાને બહાને અમેરિકા પૈસા ખર્ચે છે…
અમેરિકા અફઘાનિસ્તાનમાં લોકશાહી ના સ્થાપી નાંખે એના માટે રશિયા, ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસે છે…
અફઘાનિસ્તાનનું ડ્રગ્સ ભારતના રસ્તે દુનિયામાં ઘૂસાડવા માટે ચાઇનિઝ માફિયા ધમપછાડા કરે છે…
ચીનનું ભારતમાં વર્ચસ્વ ઘટાડવા માટે ભારત ચીનનાં 150 મોબાઇલ એપ બાન કરે છે…
અને ભારતના હિજાબ-ખેસ વિવાદ અને મંદિર-મસ્જિદ વિવાદ વકરતો રહે એ માટે ચીનના દુશ્મન હોય એવા પશ્ચિમના દેશો મિડિયાને મદદ કરતા રહે છે ! બોલો.
- જોયું ? બધું ગોળગોળ જ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment